________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીંયા એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈશ્વર કોઈ ચાટુકારની જેમ ખુશામત નથી ઈચ્છતા. તેતો બધાં જ પ્રાણીઓ પર હંમેશાં દયાળુભાવબતાવે છે. અને જે ઉપાસક (ભક્ત) પ્રાપ્ત કરવા માટે યોગાભ્યાસનું અનુષ્ઠાન સતત કરી રહ્યો છે, એવા સુપાત્ર યોગી પર પરમેશ્વર અવશ્ય અનુકંપા કરે છે. પરંતુ જે પરમાત્મ-સાક્ષાત્કારનાં સાધનોને નથી અપનાવતો, ફક્ત પ્રભુનું નામ સ્મરણ જ કરતો રહે છે, તે પુરુષાર્થહીન પર પરમેશ્વર કદી પણ અનુકંપા નથી કરતા. ૨૩ છે હવે - પ્રધાન=પ્રકૃતિ અને પુરુપજીવાત્માથી ભિન્ન આ ઈશ્વર કોણ કેવા સ્વરૂપવાળા છે?
क्लेशकर्मविपाकाशयैरपरामृष्ट :
પુરુષવિશેષ સ્વર: / ર૪ . સૂત્રાર્થ - (ક) “હવે ઈશ્વરનું લક્ષણ કહીએ છીએ કે પરેશર્મ' અર્થાત આ પ્રકરણમાં આગળ લખેલા જે અવિદ્યા આદિ પાંચ લેશો અને સારાં ખરાબ કર્મોની જે વાસના, એ બધાંથી જે સદા અલગ અને બંધરહિત છે, એ જ પૂર્ણ પુરુષને ઈશ્વર કહે છે. પછી તે કેવા છે? જેનાથી વધારે અથવા તેમના તુલ્ય કોઈ પણ પદાર્થ નથી તથા જે સદા આનંદ, જ્ઞાનસ્વરૂપ, સર્વશક્તિમાન છે, તેમને જ ઈશ્વર કહે છે. ” (ઋ.ભૂ. ઉપાસના) (ખ) “જે અવિદ્યા આદિ ક્લેશો, કુશળ, અકુશળ, ઈષ્ટ, અનિષ્ટ તેમ જ મિશ્ર ફળદાયક કર્મોની વાસનારહિત છે, તે બધા જીવોથી વિશેપ ઈશ્વર કહેવાય છે.”
(સ. પ્ર. સાતમો સમુલ્લાસ) (ગ) “અવિદ્યા આદિ લેશો તેમ જ શુભ અશુભ કર્મોના ફળોથી પૃથફ મનુષ્ય આદિની તુલનાથી રહિત પુરુપ પરમેશ્વર કહેવાય છે.” (લઘુ. વેદવિરૂદ્ધમતખંડન) ભાષ્ય અનુવાદ - (વિદ્યા) અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે. (૪) =શતઃપુણ્યજનક, મસુરતઃ અપુણ્યજનક કર્મ છે. વિપ) તે કર્મોનાં ફળને વિપાક કહે છે. અમાશય) તે કર્મોનાં ફળોને અનુરૂપ બનેલી વાસનાઓ આશય છે. અને તે અવિદ્યા આદિ મનમાં રહેતા પુરુષ પુરિશરીરેશાનીતૂ જીવાત્મામાં વ્યવહત (વ્યવહાર) થાય છે. તેમાં કારણ એ છે કે જીવાત્મા એ અવિદ્યા આદિ ફળોને ભોગવનારો છે. જેમ જય અથવા પરાજય યોદ્ધાઓ=રાજાના સૈનિકોમાં થાય છે, પરંતુ જય-પરાજયનો વ્યuદ્દેશ=વ્યવહાર વાન =રાજામાં થાય છે. જે નિશ્ચયથી આ બધાં ક્લેશકર્મ આદિ તથા તેમના ભોગથી પીગૃષ્ઠ: = અસંબદ્ધ છે, તે પુરુષ વિશેષ ઈશ્વર છે.
(વતન:)= કૈવલ્ય (મોક્ષ)ને જેમણે પ્રાપ્ત કર્યું છે, એવા મુક્ત પુરુષો બહુ થયા છે. તેઓ નિશ્ચયથી ત્રીજા વિશ્વનાનિ = શૂળ, સૂક્ષ્મ, તથા કારણ - શરીરોનાં બંધનોને કાપીને મોક્ષને પ્રાપ્ત થયા છે. પરંતુ ઈશ્વરનું આ શરીર આદિ બંધનોથી ન તો
સમાધિ પાદ
૭૫
For Private and Personal Use Only