________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવપ્રત્યય' ના ભેદ છે. “ભવ'નો અર્થ સંસાર છે. અર્થાત સંસારનું મૂળ ઉપાદાન કારણ પ્રકૃતિ તથા પ્રકૃતિજન્ય દેહ આદિના સ્વરૂપને જાણીને તેમનાથી વિરક્ત થવાના કારણે તેમને ‘ભવપ્રત્યય યોગી કહે છે. વિદેહ પ્રકૃતિલય તથા ભવપ્રત્યય શબ્દોના વિષયમાં મંત્ર વ્યાખ્યા તથા વિશેષ વિવરણ પરિશિષ્ટ (ક) માં જોવું. ૧લા
श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ॥२०॥ સૂત્રાર્થ - (ફ્લેષા) વિદેહ તથા પ્રકૃતિલય યોગીઓથી ભિન્ન યોગીઓની અસંપ્રજ્ઞાત સમાધિ (શ્રદ્ધાવીર્યસ્મૃતિમધપ્રજ્ઞાપૂર્વક :) શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા ઉપાયપૂર્વક હોય છે. (આ ઉપાયોને ક્રમથી કરવાથી આ સમાધિ પ્રાપ્ત થાય છે.) ભાપ્ય અનુવાદ-ફિતરેષા) વિદેહ અને પ્રકૃતિલયયોગીઓથી ભિન્ન મુમુક્ષુ-યોગીઓની ‘ઉપપ્રત્યય=ઈશ્વર સાંનિધ્યથી મોક્ષને પ્રાપ્ત કરાવનારી અસંપ્રજ્ઞાત સમાધિ હોય છે. (શ્રદ્ધા) ચિત્તની પ્રસન્નતા તથા રાગ આદિથી શૂન્ય હોવાથી નિર્મળતા શ્રદ્ધા છે, તે શ્રદ્ધા નિશ્ચયથી કલ્યાણ કરનારી હોય છે અને તે યોગીની (વિનોથી) રક્ષા કરે છે. તે શ્રદ્ધાવાન વિવેકાર્થી યોગીનું વીર્વ—ઉત્સાહ પ્રકટ થાય છે. સામર્થ્યવાન યોગીની મૃતિ શક્તિ (પૂર્વ અભ્ય સ્થિતિને યાદ રાખવી) પ્રકટ થાય છે. સ્મૃતિ આવતાં (થતાં) મનાન=ચંચળતા આદિ બાધાથી રહિત ચિત્ત સહિત=સંયમને પ્રાપ્ત કરે છે. સંયત ચિત્તવાળા યોગીનો પ્રજ્ઞાવિવેશ=વિવેકરૂપ ઉત્કર્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી યોગી વસ્તુઓને યથાર્થરૂપમાં જાણી લે છે. તે વિવેકજ્ઞાનના અભ્યાસથી તથા તષિવ=વિવેકજ્ઞાન પ્રત્યે પણ વૈરાગ્યથી અસંપ્રજ્ઞાત સમાધિ સિદ્ધ થાય છે. ભાવાર્થ - યોગ દર્શનમાં અંસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરનારા યોગીઓના સ્તર ભેદથી અનેક ભેદ કર્યા છે. તેનાથી પ્રથમ સૂત્રમાં ભવપ્રત્યય અર્થાત પ્રકૃતિલય તથા વિદેશ્યોગીઓનું કથન કરીને, આ સૂત્રમાં ઉપાય-પ્રત્યય = મુમુક્ષુ-પરમાત્મસાક્ષાત્કારની ઇચ્છાવાળા યોગીઓને માટે શ્રદ્ધા આદિ ઉપાયોનું કથન કર્યું છે. આ સ્તર પર પહોંચીને યોગીએ અત્યધિક સચેત રહેવાની આવશ્યકતા હોય છે. શ્રદ્ધા આદિ ઉપાયોથી પરમાત્મા-પ્રત્યય (બોધ) થવાના કારણે જ આ યોગીઓનું નામ “ઉપાય-પ્રત્યય' પ્રસિદ્ધ થયું છે ઉપ=અત્યંત પરમાત્મસામીપ્યને પ્રાપ્ત કરીને પરમાત્માનો બોધ કરવાનું જ આ યોગીઓનું મુખ્ય લક્ષ્ય હોય છે (રહે છે). સૂત્રકારે નીચેના લખેલા ઉપાય ઉપાય-પ્રત્યય યોગીઓને માટે બતાવ્યા છે – (૧) શ્રદ્ધા-ચિત્તને પ્રસન્ન (નિર્મળ) રાખવું, શ્રદ્ધા વિના યોગીનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. જુદા જુદા પ્રકારનાં વિનો અને મળોથી શ્રદ્ધા જયોગીનું રક્ષણ કરે છે અને યોગી અનન્યચિત્ત થઈને શ્રદ્ધાવશ પરમાત્મસાક્ષાત્કાર કરવામાં તત્પર રહે છે. (૨) વીર્ય - શક્તિ તથા ઉત્સાહ. શ્રદ્ધાવાન યોગીને માટે વીર્ય શક્તિ (સામર્થ્ય)ની પણ પરમ આવશ્યકતા હોય છે. જેથી વિદ્ગોનો પ્રતિકાર કરી શકે અને પોતાના લક્ષ્ય
સમાધિ પાદ
For Private and Personal Use Only