________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાલંબન-અભ્યાસ સંસ્કારોને દગ્ધ કરવામાં સમર્થ નથી થઈ શકતો, માટે આલંબન રહિત = કોઈ પણ વસ્તુના આશ્રય વિના જ અભ્યાસ કરતાં કરતાં નિર્બેજ = ફ્લેશ કર્ભાશય આદિથી શૂન્ય સ્થિતિ જયારે થઈ જાય છે, તેને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. જેમ ભૂજેલું બીજ અંકુરિત તો નથી થઈ શકતું, પરંતુ તેનો આકાર બની રહે છે, એ જ પ્રમાણે ચિત્તની સમસ્ત વૃત્તિઓનો નિરોધ થતાં બીજી વૃત્તિઓને પેદા થવાનું સામર્થ્ય નથી રહેતું, પરંતુ સંસ્કારશેપ ચિત્ત રહી જાય છે. આગળના સૂત્રમાં આ સમાધિનો ભેદ કથન કરવાથી સ્પષ્ટ છે કે આ સમાધિમાં પણ વિભિન્ન સ્તર હોય છે. એટલા માટે જ મોક્ષ પ્રાપ્ત થતાં પહેલાંની દશાઓમાં સંસ્કારશેપ રહેવાનું માનવામાં આવ્યું છે. આ જ વાતની પુષ્ટિ (ધો.૧/૧૯) સૂત્રના વ્યાસ ભાષ્યમાં ‘સ્વરત્રિોપોન કહીને વિદેહયોગીઓના સ્તરનું વર્ણન કર્યું છે, મોક્ષમાં બ્રહ્માનંદમાં મગ્ન થવાથી તન્મયતા=બ્રહ્મરૂપનું જ કથન કર્યું છે, આ જ વાતને વ્યાસ મુનિએ કહી છે- તથાસપૂર્વ દિવિત્ત નિરીáવનમાવ - પ્રાપ્તવિમવને અર્થાતુ અભ્યાસ કરતાં કરતાં અસંપ્રજ્ઞાત સમાધિની અંતિમ દશામાં ચિત્ત અભાવરૂપ જેવું થઈ જાય છે. જયારે મોક્ષના પહેલાં એવી દશા હોય છે તો ચિત્તનું સ્વકારણમાં વિલય થવાથી (થતાં) જીવાત્માની બ્રહ્માનંદમાં તન્મયતાનો સ્વતઃ જ અનુમાન કરી શકાય છે.
અસંપ્રજ્ઞાત-સમાધિની દશાના સંસ્કાર પણ જ્ઞાનની ઉત્કૃષ્ટ દશામાં પહોંચતાં દગ્ધ થઈ જાય છે. ઉપનિષદોમાં પણ “ક્ષત્તેિ વાસ્થ ઋffણ તમન પરાવરે તે પરમાત્મ-સાક્ષાત્કાર થતાં યોગીનાં કર્મ કર્ભાશય અને સંસ્કારોનું ક્ષીણ થવું કહ્યું છે અને એ જ જ્ઞાનાગ્નિથી સંસ્કારોનું ભસ્મ થવું કહેવાય છે. જે ૧૮ હવે - તે અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની હોય છે. (૧) ઉપાય પ્રત્યય અને (૨) ભવપ્રત્યય. તેમાં ઉપાય પ્રત્યય - સમાધિ યોગીઓને થાય છે.
भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ॥१९॥ સૂત્રાર્થ - “ભવપ્રત્યય' નામની અસંપ્રજ્ઞાત સમાધિ વિદેહ અને પ્રકૃતિલય યોગીઓની હોય છે. ભાપ્ય અનુવાદ – વિદેહ નામની દેવોની “ભવપ્રત્યય' સમાધિ હોય છે. તે યોગી નિશ્ચયથી સ્વસંસ્કાર માત્રથી ઉપયોગમાં આવનારા ચિત્તની દ્વારા મોક્ષ જેવા સુખનો અનુભવ કરતાં તે પ્રકારના પોતાના સંસ્કારોના ફળ પર નિર્વાહ કરે છે. અથવા સંસ્કારોનાં ફળને ભોગવે છે. તે જ પ્રકારે પ્રકૃતિલય યોગી ચિત્ત નિવૃત્ત ન થતાં સત્ત્વ આદિ ગુણોવાળું ચિત્ત રહેતાં વા=મોક્ષપદ જેવો આનંદ અનુભવ કરે છે. જયાં સુધી ચિત્ત થRવશ=ભોગ અપવર્ગરૂપી કાર્ય પૂરું ન થવાથી પાછું ફરતું નથી (પ્રકૃતિમાં લીન થતું નથી) અર્થાત મોક્ષ પ્રાપ્તિનો અધિકારી થયો હોવા છતાં પણ ત્યાં સુધી શરીર આદિ બનેલું જ રહે છે.
સમાધિ પાદ
For Private and Personal Use Only