________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા ઉપસ્થિત થવાથી સમ્પ્રજ્ઞાત સમાધિના ચાર ભેદ છે. ભાપ્ય અનુવાદ - ચિત્તના આલંબનમાં = ચિત્તવૃત્તિઓના નિરોધ માટે પ્રથમ આશ્રય વિશેષ = નાસિકા અગ્રભાગ આદિમાં સ્થૂળ વિષયોનો આખો = આશ્રય કરવો જીવત' (વિતર્ક) કહેવાય છે. જયારે સૂક્ષ્મ વિષયનો આશ્રય કરવો વિચાર કહેવાય છે. ચિત્તના આલંબનમાં (તા:) ચિત્તગત તમસ તથા રજસના ક્ષીણ થવાથી તથા સુખમય સત્ત્વગુણ મુખ્ય થવાથી અવ્યક્ત પ્રકૃતિનો આશ્રય કરવો ‘માને કહેવાય છે. અને ચિત્તના આલંબનમાં (પત્મિતા વિ૬) એક આત્માની પ્રતીતિ ‘મિત છે. તેમાં સવિતર્ક સમાધિમાં ચારેય (સ્થૂળ-સૂક્ષ્મઆદિ)ની ઉપસ્થિતિ રહે છે. બીજી સવિચાર સમાધિમાં વિતર્કનો અભાવ (બાકીનાં ત્રણની ઉપસ્થિતિ) રહે છે. ત્રીજી સાનન્દ સમાધિમાં વિતર્ક અને વિચારનો અભાવ (બાકીનાં બેની ઉપસ્થિતિ) રહે છે. અને ચોથી અસ્મિતાગત સમાધિમાં “મમતાનાત્ર હોય છે. આ બધી જ સમાધિઓ સનિધ્યન=આલંબન સહિત હોય છે. ભાવાર્થ : સંપ્રજ્ઞાત-સમાધિના વિતર્ક આદિ ચારેય ભેદ આલંબનવાળા હોય છે. યોગાભ્યાસના પ્રારંભિક સ્તરમાં ચિત્તવૃત્તિઓના નિરોધને માટે કોઈ પણ સ્થૂળ વસ્તુનું આલંબન કરવાનું હોય છે. જેમ કે લક્ષ્યવેધનો અભ્યાસ કરનાર પ્રથમ સ્થૂળ પદાર્થોને લક્ષ્ય બનાવે છે. પછી અભ્યાસ દ્વારા ઉત્તરોત્તર સૂક્ષ્મ લક્ષ્યનું પણ વેધન કરવા લાગે છે. તે જ રીતે યોગાભ્યાસીએ, પ્રથમ શરીરમાં નાસિકા અગ્ર, ભૃકુટિ, હૃદય, મસ્તિષ્ક આદિનું સ્થળ આલંબન કરવું પડે છે. આ પ્રથમ સ્તરની સમાધિમાં સ્થૂળભૂતોનો મુખ્ય આધારે હોવાથી વિતકનુગત સમ્પ્રજ્ઞાત સમાધિ કહે છે, અને તેમાં (વિતર્કનુગત) સ્થૂળ ભૂતોનાં કારણભૂત સૂક્ષ્મતન્માત્રાઓનો આધાર હોવાથી વિચારાનુગત, સ્થૂળ તથા સૂક્ષ્મ પદાર્થોનું ચિંતન કરવાથી અને ચેતન આત્માને તેનાથી જુદો માનવાથી જે સુખાનુભૂતિ થાય છે, તેનાથી આનંદાનુગત અને જ્ઞાન કરનાર જીવાત્માની અનુભૂતિ અસ્મિતાનુગત સમાધિ છે. આ ચારેય સમાધિઓમાં આલંબન હોય છે
યોગાભ્યાસ કરતાં કરતાં વૃત્તિ નિરોધ કરવાનો બીજો સ્તર વિચારાનુગત સમ્પ્રજ્ઞાત-સમાધિ છે. તેમાં સ્થૂળ-વસ્તુઓનો આશ્રય ન હોતાં, સૂક્ષ્મ તન્માત્રાઓનો આશ્રય કરવાનો હોય છે. તેથી પ્રકૃતિના વિકારોનું ચિંતન હોવાથી, તેમાં વિતકનુગતને છોડીને, શેષ ત્રણ આધાર રહે છે. આ સ્તરમાં નિરંતર યોગાભ્યાસ કરવાથી ચિત્તમાં સત્ત્વગુણની અધિકતા અને તમસ અને રજસક્ષણ અથવા અભિભૂત થવા લાગે છે. અને જડ-ચેતનના સૂક્ષ્મભેદનું ચિંતન હોવાથી અને વિચારાનુગત સમાધિ કહે છે.
વૃત્તિ નિરોધના ત્રીજા સ્તરમાં ચિત્તમાં સત્ત્વગુણની પ્રબળતા અને બીજા રજસ તથા તમસ ગુણોના ક્ષીણ થવાથી સત્ત્વ-પ્રધાન બુદ્ધિ અને જ્ઞાતા જીવાત્માનું જ આલંબન હોય છે. આ દિશામાં જડ-ચેતનના યથાર્થ સ્વરૂપના બોધથી આત્માને પોતાના લક્ષ્ય તરફ જવામાં સફળતા થવાથી સુખાનુભૂતિ થવા લાગે છે. એટલા માટે તેને
૨ છે.
સમાધિ પાદ
૬૭
For Private and Personal Use Only