________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેલો વૈરાગ્ય અપર-વૈરાગ્ય છે. એ બન્નેના ભેદને સ્પષ્ટ કરતાં વ્યાસ મુનિએ આ પ્રમાણે લખ્યું છે - અપર-વૈરાગ્યમાં વિષયોથી થતાં સુખોના દોષોને જાણીને તેમના પ્રત્યે ધૃણાભાવ થવાથી વૈરાગ્ય થાય છે. આ નિમ્નસ્તરનો વૈરાગ્ય છે. જયારે પર-વૈરાગ્ય આનંદના ભંડાર પરમાત્માના સાક્ષાત્કાર થવાથી ઉત્કૃષ્ટતમ સુખની પ્રાપ્તિ થવાથી બીજાં દોષયુક્ત સુખોની પ્રત્યે પ્રવૃત્તિ ન થવી તે છે. એ બન્ને ભેદને આ પ્રમાણે સમજી શકાય છે કે કોઈ બાળકને લાલ મરચું ખાવાથી મોટું જલન (બળવા)ના દોષોને જોઈને મરચાં પ્રત્યે ધૃણા થવી અપરવૈરાગ્ય છે અને કોઈ રસવાળાં મીઠાંફળો ખાવાથી આનંદ પ્રાપ્ત કરીને મોં બાળનાર મરચાં પ્રત્યે સર્વથા પ્રવૃત્તિ ન થવી તે પર-વૈરાગ્ય છે.
જેમ સમ્પ્રજ્ઞાત સમાધિ અને અસમ્પ્રજ્ઞાત સમાધિમાં ભેદ હોવા છતાં પણ બન્નેમાં એક ક્રમ છે. એક સમાધિ પૂર્વ અવસ્થા છે, બીજી ઉત્તર દશા છે. પૂર્વ સમાધિને પ્રાપ્ત કરીને ઉત્તર સમાધિને પ્રાપ્ત કરી શકાય છે. તે જ રીતે અપરવૈરાગ્ય પણ પરવૈરાગ્યની પ્રાપ્તિમાં સહાયક થાય છે. તે સિવાય પર-વૈરાગ્યમાં જ્ઞાનની અંતિમ સ્થિતિ પરમ-શુદ્ધિ, સત્ત્વ આદિ પ્રકૃતિજન્ય ગુણોથી સર્વથા વિરક્તિ, અને વિવેકજ્ઞાનથી વિકસિત-બુદ્ધિ થવાથી પરમાત્મ-સાક્ષાત્કાર થાય છે. અને આ દશામાં યોગી એવો અનુભવ કરે છે કે પ્રાપ્ત કરવા યોગ્ય પ્રાપ્ત કરી લીધું, અવિદ્યા આદિ બધા લેશો નાશ પામ્યા, શ્લિષ્ટ પર્વા=જન્મ-મરણનો સાંસારિક પ્રબંધ છિન્ન-ભિન્ન થઈ ગયો છે. આ પ્રકારનું ઉત્કૃષ્ટતમ પરમાત્મજ્ઞાન થવાથી આ પર-વૈરાગ્ય સર્વોચ્ચ સ્તરનો હોય છે. ૧૬ નોંધ - (૧) જ્ઞાનની અંતિમ સીમાને જ વૈરાગ્ય કહેવાથી શંકા સંભવે છે કે જ્ઞાનને જ વૈરાગ્ય માની લીધો છે. પરંતુ જ્ઞાન એ વૈરાગ્યનું કારણ છે. જીવાત્મા અને પ્રકૃતિના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાન તથા વૈરાગ્યમાં કારણ-કાર્ય સંબંધ છે. અહીં વ્યાસ-ભાગ્યમાં આ બંનેમાં (કારણ-કાર્યમાં) તાદાભ્યા સંબંધથી કારણ (જ્ઞાન)ને કાર્ય (વૈરાગ્ય) કહ્યું છે. (૨) શ્લિષ્ટ પર્વ=જન્મ મરણનું પર્વ કડીઓથી બાંધનારી અનાદિકાળથી ચાલી આવતી સાંસારિક શૃંખલા. (૩) સપ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત ભેદથી સમાધિના બે ભેદ છે. સમ્રજ્ઞાત સમાધિનો આશય છે કે કોઈ પણ વસ્તુનો આશ્રય હોવાથી તે (વસ્તુનો) બોધ બની રહે છે. જયારે અસપ્રજ્ઞાતમાં કોઈ પ્રાકૃતિક આલંબન નથી હોતું. આલંબન ભેદથી સમ્પ્રજ્ઞાતના ચાર ભેદ છે. • હવે - જયારે બંને અભ્યાસ અને વૈરાગ્ય) ઉપાયોથી વિરૂદ્ધ થયેલી ચિત્તવૃત્તિવાળા પુરુષની સમ્પ્રજ્ઞાત સમાધિ કેવી હોય છે? એ બતાવે છે.
विर्तकविचारानन्दास्मितारूपानुगमात्संप्रज्ञातः ॥१७॥ સૂત્રાર્થ-વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાનાં પાનામ=સ્વરૂપોનું જ્ઞાન થવાથી
યોગદર્શન
For Private and Personal Use Only