________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણોથી સંપન્ન થવું આવશ્યક છે. નીતર બાધાઓ તેને યોગમાર્ગ પરથી ભ્રષ્ટ કરી દેશે, તેને માટે સૂત્રકારે ત્રણ ઉપાય બતાવ્યા છે. (૧) દીર્ઘકાલ આસેવિત-યોગીએ યોગાંગોનું અનુષ્ઠાન લાંબા કાળ સુધી કરવું જોઈએ. તેમના અનુષ્ઠાનમાં કયારેય પણ ઢીલાશ (અવકાશ) ન કરે. કેટલાક દિવસ અભ્યાસ કર્યો, અને પછી છોડી દીધો, તેનાથી સફળતા નથી મળતી કેમકે વ્યુત્થાન દશાના સંચિત પ્રબળ સંસ્કાર એવા અધકચરા યોગાભ્યાસીને સમૂળો ઉખેડી નાખીને ફેંકી દે છે, અને પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે. (૨) નિરંતર આસેવિત - યોગાભ્યાસીએ દીર્ધકાળની સાથે “નિરંતર' શબ્દ પર પણ ધ્યાન રાખવું જોઈએ. જેમણે અશુદ્ધ સંસ્કારોની પૂંજી અધિક એકઠી કરી છે, તે કેટલાક દિવસ અભ્યાસ કરીને મોટા ભાગે અભ્યાસ છોડી દે છે. પરંતુ જયાં સુધી ખરાબ સંસ્કાર દગ્ધબીજના જેવા નહીં થાય, તેમ તેટલો જ નિરંતર અભ્યાસ કરવો આવશ્યક છે. એટલા માટે એવી વ્યક્તિને અનેકવાર સફળતા ન મળવાથી નિરાશા થઈ જાય છે. જે વ્યક્તિ દીર્ઘકાળ સુધી નિરંતર અભ્યાસ કરતાં કરતાં નિરાશાગ્રસ્ત નથી થતો, તે યોગ માર્ગ પર અગ્રેસર થતો, અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે. (૩) સત્કાર આસેવિત-યોગીએ યોગ-સાધનોનું અનુષ્ઠાન દીર્ઘકાલ પર્યત નિરંતર તથા શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. શ્રદ્ધાના અભાવે યોગી બાહ્ય દેખાવને માટે પણ યોગી બની રહે છે. જયારે યથાર્થમાં યોગાનુષ્ઠાનની ઉપેક્ષા કરે છે. અને શ્રદ્ધાના અભાવે નિરંતર અભ્યાસમાં શિથિલતા આવતી જાય છે. વ્યાસ ભાષ્યમાં આ ત્રણેય ઉપાયોની દઢતા માટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેનું પાલન એ જ યોગી કરી શકે છે, કે જે તપસ્વી હોય, બ્રહ્મચારી સંયમી હોય અને પૂર્ણ વિદ્વાન હોય. જે તપસ્યા, બ્રહ્મચર્યવ્રત તથા વિદ્યાપ્રાપ્તિથી ગભરાય છે, તેનો યોગાભ્યાસ દેખાવમાત્ર હોવાથી દીર્ઘકાલીન, નિરંતર તથા શ્રદ્ધાપૂર્વક નથી હોઈ શક્તો. યોગાભ્યાસીને તપ અને વિદ્યાથી આત્મિક શક્તિ (વિદ્યા તપાખ્યાન મૃતાત્મા મનુ.) અને બ્રહ્મચર્ય પાલનથી શારીરિક, બૌદ્ધિક તેમ જ આત્મિક સર્વવિધ શક્તિઓ પ્રાપ્ત થાય છે. એ શક્તિઓથી સંપન્ન યોગાભ્યાસી જ વ્યુત્થાન સંસ્કારો પર વિજય પ્રાપ્ત કરી શકે છે. નહીંતર નહીં. ૧૪ दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा
વૈરાન ૨૬. સૂત્રાર્થ-દ-નેત્ર આદિ ઈદ્રિયોથી સાક્ષાત કરેલા વિષયોથી તથા વેદ આદિ શાસ્ત્રોમાં (વાંચેલાં) શીખેલાં અથવા શાસ્ત્રજ્ઞ-આચાર્ય પાસેથી સાંભળેલાં (પારલૌકિક અથવા અતીન્દ્રિય) વિષયોથી વિણા વાસના રહિત ચિત્તની વશીકાર સંજ્ઞા સ્વાધીનત્વાનુભૂતિ (વિષયોમાં આસક્ત ન થવું) વૈરાગ્ય છે.
સમાધિ પાદ
૬૩
For Private and Personal Use Only