________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદશામાં કલ્પિત સ્મરણીય હોય છે. જયારે જાગરણ-દશામાં યથાર્થ સ્મરણીય હોય છે.
એ બધી સ્મૃતિઓ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા તથા સ્મૃતિ એ પાંચેય વૃત્તિઓના અનુભવથી હોય છે. અને એ બધી જવૃત્તિઓ સુખ, દુઃખ, મોહરૂપ છે. સુખ, દુઃખ અને મોહની વ્યાખ્યા ક્લેશોમાં કરેલી છે. સુખ ભોગવ્યા પછી જે તેની વાસનાઓ રહે છે, તેને રાગ કહેવાય છે. દુઃખ ભોગવ્યા પછી જે ક્રોધ આદિની ભાવના થાય છે તેને કેપ કહેવાય છે. જયારે મોહ એ તો અવિદ્યા જ છે. એ બધી જ વૃત્તિઓ નિરોધ કરવા યોગ્ય છે. એ બધીનો નિરોધ થતાં સમ્પ્રજ્ઞાત અથવા અસમ્પ્રજ્ઞાત સમાધિ થાય છે. ભાવાર્થ-સૂત્રમાં પ્રમોષ પદમાં સમ્+ B+ મુળુ (ચોરી કરવી) +પપ્રત્યય થયો છે. જેનો અર્થ છે – સારી રીતે ચોરી થઈ જવી અથવા ભૂલી જવું અને તેનો (પ્રમોષ) નય સમાસ કરતાં તેનાથી જુદો અર્થ થઈ ગયો – અનુભૂત વિપયનું પૂર્ણરૂપે વ્યક્તિના અધિકારમાં બની રહેવું. જે કંઈ અનુભવ આપણે કરીએ છીએ તેના સંસ્કાર મનમાં એકત્રિત થઈ જાય છે અને તે સંસ્કાર કાલાન્તરમાં ઉચિતનિમિત્ત મળતાં ઉપસ્થિત થઈ જાય છે. એ જ ચિત્તવૃત્તિનું નામ સ્મૃતિ છે. અનુભવને અનુરૂપ સંસ્કાર, અને સંસ્કારને અનુરૂપ સ્મૃતિ હોય છે. સ્વપ્નદશામાં વૃત્તિઓ અવ્યવસ્થિત રૂપમાં હોય છે, તેમાં તમોગુણ, રજોગુણ દોષ કારણ હોય છે, પરંતુ એ સત્ય છે કે અનુભવ વિના સ્મૃતિ નથી થઈ શકતી. એટલે જે જન્મથી આંધળી વ્યક્તિઓ હોય છે, તેમને રૂપવાળી વસ્તુનું સ્વપ્ન નથી આવતું.
જયારે આપણે અનુભવ કરીએ છીએ ત્યારે તે વસ્તુ અને તેનું જ્ઞાન બન્ને પ્રકાશિત રહે છે. જેમ કે “દ પશિ વાક્યમાં ઘટ (ઘડો) અને તેને જોવારૂપી જ્ઞાન બને રહે છે. માટે અનુભવની સમાન સંસ્કાર અને સ્મૃતિમાં પણ ગ્રાહ્ય=ઘટ આદિ અને ગ્રહણ=તેનાં સ્વરૂપનો બોધ આદિ બને રહે છે. સ્મરણના સમયે ઘટ્રજ્ઞાનની જેમ ઘટ આકારરૂપ આદિ સામે જ હોય તેવા દેખાય છે. અનુભવ અને સ્મૃતિમાં આ અંતર હોય છે કે અનુભવમાં ગ્રહણ જ્ઞાનની પ્રધાનતા (મુખ્યતા) જયારે સ્મૃતિમાં ગ્રાહ્ય=વિષયની પ્રધાનતા હોય છે.
અને એ બધી વૃત્તિઓ ત્રિગુણાત્મક હોવાથી સુખ, દુઃખ, મોહાત્મક છે. તેમના સંપર્કથી જીવાત્મા રાગ, દ્વેષ અને મોહથી ગ્રસ્ત રહે છે. અને રાગ આદિ લેશોનું મૂળ કારણ હોવાથી પરિત્યાજય છે. એટલા માટે એ બધાંનો વિરોધ કરવો આવશ્યક છે. તે ૧૧ છે હવે - “એ પાંચ વૃત્તિઓને ખરાબ કામો અને અનીશ્વરના પ્લાનથી હટાવવાનો શો ઉપાય છે?
(28. ભૂ. ઉપાસના)
યોગદર્શન
For Private and Personal Use Only