________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભિન્નક્રિયાઓને કરે છે, અને એટલા માટે મૃતક શરીરમાં જીવાત્માના પૃથફથતાં કોઈ પણ પ્રકારની ક્રિયા નથી થતી. માટે અન્વય-વ્યતિરેક ન્યાયથી ક્રિયા અથવા પ્રયત્ન જીવાત્માનું જ કર્મ છે. જે ૯
अभावप्रत्ययालम्बनावृत्तिर्निद्रा ॥१०॥ સુત્રાર્થ - (મમાંવ-પ્રત્યનિષ્ણની વૃત્તિ ) ઈંદ્રિયજન્ય જ્ઞાનના અભાવની પ્રતીતિને વિષય બનાવનારી તમોગુણપ્રધાન ચિત્તવૃત્તિને નિદ્રા કહે છે. આ સૂત્રની વ્યાખ્યામાં મહર્ષિ દયાનંદ લખે છે –
ચોથી નિદ્રા અર્થાત્ જેવૃત્તિ અજ્ઞાન અને અવિદ્યાના અંધકારમાં હોય, તેવૃત્તિનું નામ નિદ્રા છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - એ નિદ્રાવૃત્તિ જાગ્યા પછી પ્રચવમર્શ સ્મૃતિ=સ્મરણ થવાથી જ્ઞાન વિશેષ છે. કેવી રીતે ? (જાગ્યા પછી) હું સુખપૂર્વક ઊંધ્યો, મારું મન પ્રસન્ન છે અને બુદ્ધિને નિર્મળ કરી રહ્યું છે. (અથવા) હું દુઃખપૂર્વક ઉધ્યો, મારું મન અકર્મણ્ય = આળ સી ગયું છે. અને ચંચળ થવાથી ભ્રાન્ત થઈ રહ્યું છે. (અથવા) હું મૂઢ=બેખબર થઈને સૂઈ ગયો, મારા શરીરનાં અંગ ભારે થઈ રહ્યાં છે, મારું મન થાકેલું છે, આળસી ગયેલું છે તેમ જ ભમતું લાગે છે. જાગેલા પુરુષને આ નિશ્ચયથી અનુભવાત્મક જ્ઞાન વિના સ્મરણ ન થવું જોઈએ અને આ અનુભવાત્મક જ્ઞાનને આશ્રિત રહેનારી સ્મૃતિઓ અનુભવાત્મક જ્ઞાનના વિષયમાં ન હોઈ શકે. માટે નિદ્રાવૃત્તિ જ્ઞાન વિશેષ છે. અને આ નિદ્રાવૃત્તિને પણ સમાધિમાં બીજી વૃત્તિઓની જેમ નિરુદ્ધ રોકવી જોઈએ. ભાવાર્થ - અહીંયા પ્રસંગ ચિત્તવૃત્તિઓનો ચાલે છે. માટે આ સૂત્રોમાં વારંવાર વૃત્તિ શબ્દનો પાઠ નથી કર્યો. પરંતુ આ સૂત્રમાં “વૃત્તિ'નો પાઠ વિશેષ પ્રયોજનનું દ્યોતક છે, નિદ્રા એ એક તમોગુણ પ્રધાન વૃત્તિ છે, આ યોગાભ્યાસ માટે એક મોટી પ્રબળ બાધા (અવરોધ) છે. તેને રોકવી અત્યંત આવશ્યક છે. એટલા માટે વ્યાસમુનિએ એને રોકવા માટે વિશેષ બળ આપ્યું છે.
નિદ્રાવૃત્તિમાં ઈદ્રિયજન્ય જ્ઞાનનો અભાવ રહે છે. આ વૃત્તિને સુષુપ્તિ અવસ્થા પણ કહી શકાય છે. આ દશામાં જાગ્રત અથવા સ્વપ્ન દશાની જેમ કોઈ ઈદ્રિયજન્ય જ્ઞાન નથી થતું. નિદ્રા પછી જયારે મનુષ્ય જાગે છે, ત્યારે એવો અનુભવ કરે છે કે- હું સુખપૂર્વક સૂઈ ગયો, અને તે વખતે કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું. આ પ્રતીતિ જ ઈદ્રિયજન્ય જ્ઞાનના અભાવને બતાવે છે. અને જયારે એવી પ્રતીતિ થાય છે ત્યારે તમોગુણની સાથે સત્ત્વગુણની માત્રા પણ અવશ્ય હોય છે, નહીંતર સુખપૂર્વક સૂઈ ગયાની અનુભૂતિ નથી થઈ શકતી અને જયારે એવી અનુભૂતિ થાય છે કે – હું દુખપૂર્વક સૂઈ ગયો, મારું મન ચંચળ છે, મારા શરીરનાં અવયવો ભારે જેવાં લાગે છે, વગેરે તે વખતે તમોગુણની સાથે રજોગુણનું મિશ્રણ હોય છે. આ નિદ્રા નામની ચિત્તવૃત્તિનો અન્ય વૃત્તિઓમાં
૫૮
યોગદર્શન
For Private and Personal Use Only