________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકલ્પવૃત્તિનો વિપર્યયવૃત્તિમાં પણ અંતર્ભાવ નથી થઈ શકતો. કેમ કે વિપર્યયવૃત્તિમાં પણ વસ્તુઓનું અસ્તિત્વ જરૂરી છે અને આ વિપર્યય=મિથ્યાજ્ઞાન પૂર્વદર કોઈ વસ્તુમાં પૂર્વદષ્ટ અન્ય વસ્તુનું જ્ઞાન હોય છે અને એ યથાર્થજ્ઞાન થવાથી અથવા ભ્રમના કારણને દૂર કરવાથી દૂર થઈ જાય છે. માટે વિકલ્પવૃત્તિ એક વસ્તુશુન્ય શાબ્દિક વ્યવહાર હોવાથી પૃથક્ સ્વતંત્ર વૃત્તિ છે.
આ શાબ્દિક (વસ્તુશૂન્ય) વ્યવહાર એક બીજા પ્રકારથી પણ કરાય છે. અભિન્ન વસ્તુમાં ભેદ માનીને અને ભિન્ન વસ્તુઓમાં અભેદ માનીને પણ શાબ્દિક વ્યવહાર લોકમાં કરાય છે – વ્યાસ-ભાયમાં આનાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે. જેમ કે - (૧) ચેતનવં પુરૂ સ્વપન-ચેતનતા પુરુપનું સ્વરૂપ છે. છઠ્ઠી વિભક્તિ ભેદ અર્થાત બે વસ્તુઓના સંબંધને અથવા સ્વ-સ્વામી ભાવ આદિને બતાવે છે. જેમ કે - ચૈત્રય : ' ઉદાહરણમાં ચૈત્ર અને ગાય બન્ને ભિન્ન-ભિન્ન વસ્તુઓ છે. અને છઠ્ઠી વિભક્તિ
સ્વ-સ્વામીભાવને બતાવે છે અર્થાત્ ચૈત્ર નામની વ્યક્તિ ગાયનો સ્વામી છે. અને ‘પુરુષ વૈત અહીં ચેતનતા પુરુપથી ભિન્ન નથી, ચેતનતા જ પુરુપ છે. પછી કોને કોનાથી ભિન્ન કહી શકાય ? અહીં અભેદમાં ભેદનો વ્યવહાર શાબ્દિક વિકલ્પવૃત્તિથી કરાયો છે. વાસ્તવમાં પુરપથી ભિન્ન ચેતન્ય કોઈ ભિન્ન વસ્તુ નથી. વ્યાસ ભાયમાં આ વ્યવહારને વ્યપદેશ = અમુખ્યમાં મુખ્યની જેમ વ્યવહાર પણ કહ્યો છે. (૨) નિષ્ક્રિય: પુરુષ : - તથા “અનુત્પત્તિ પુરુષ : - અહીં પુરપમાં પરિણામ આદિ ક્રિયાનો અભાવ તથા ઉત્પન્ન થવાનો અભાવ બતાવ્યો છે. અહીં જે ધર્મોનો નિષેધ કર્યો છે, તે પુરુષમાં કદાપિ નથી હોતા (રહેતા). પરિણામ આદિ ક્રિયાઓનો અભાવ તથા અનુત્પત્તિ રૂપ પુરુપનું સ્વરૂપ જ છે. તેનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. તેમ છતાં ભિન્ન પદાર્થોની જેમ શાબ્દિક વ્યવહાર વિકલ્પવૃત્તિથી થાય છે. (૩) “ નિષ્ઠત વM: “સ્થાતિ વાળ', સ્થિતો વાપ:' = બાણ અટકે છે. બાણ અટકશે, બાણ અટકી ગયું, આ ઉદાહરણમાં ભેદમાં અભેદ બતાવ્યો છે. પ્રત્યેક ક્રિયા પોતાના કર્તાના પ્રયત્નને બતાવે છે. જયારે અહીંયા “અટકવું' ક્રિયાનો કર્તા બાણ છે. પરંતુ બાણ તો અચેતન હોવાથી પ્રયત્ન ગુણવાળું કદી પણ નથી હોઈ શકતું. પ્રયત્ન તો ચેતનનો ધર્મ છે. અને આ ઉદાહરણમાં ચેતન કોઈ પણ જોવામાં નથી આવતું. ચેતન તથા બાણ બને ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. માટે અહીં ચેતન પુરુષ અને બાણમાં અભેદ માનીને વિકલ્પવૃત્તિથી વ્યવહાર કરાયો છે. નોંધ - જીવાત્માને નિષ્ક્રિય કહેવાથી શંકા થાય છે કે વૈશેષિક દર્શનકાર તો (વે. ૧/૧/૧૫માં) જીવાત્માને ક્રિયાવાન દ્રવ્ય માને છે. પરંતુ અહીં નિષ્ક્રિય કેમ કહ્યો છે ? આ પ્રસંગે પૂર્વાપર વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે કે વ્યાસમુનિનો અભિપ્રાય જીવાત્મામાં પરિણામ વિકાર આદિ ક્રિયાઓના અભાવથી છે. કેમ કે જીવાત્મા નિત્ય અવિકારી ચેતનસત્તા છે. જીવાત્મા આ શરીરમાં મન આદિ ઈદ્રિયોને પ્રેરણા કરીને
સમાધિ પાદ
પ૭
For Private and Personal Use Only