________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પ્રત્યક્ષ અથવા અનુમાનથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તથા બીજા પુરુષને પણ યથાર્થ જ કહેવાની ઈચ્છા કરે છે, તેને આપ્ત પુરુષ કહે છે. તે આપ્ત પુરુષને સાંભળીને જે ચિત્તવૃત્તિ બને છે, તેને આગમ કહે છે. શાળા
विपर्ययो मिथ्याज्ञानमतद्पप्रतिष्ठम् ॥८॥ સૂત્રાર્થ -(વિપર્યયો) બીજી વિપર્યય કે જેનાથી મિથ્યાજ્ઞાન થાય અર્થાત જેવું હોય તેવું ન જાણવું અથવા અન્યમાં અન્ય ભાવના કરી લેવી તેને વિપર્યય કહે છે.
(ત્ર ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ -(વિપર્યય) તે વિપર્યય વૃત્તિ પ્રમાણ કેમ નથી માનવામાં આવતી?કેમ કે વિપર્વ મિથ્યાજ્ઞાન પ્રમાણ દ્વારા વાપિત નિરાકૃત (અસિદ્ધ) થઈ જાય છે. પ્રમાણનો વિપયભૂતાર્થવિષય સત્તાત્મક યથાર્થવિષયકજ્ઞાન હોય છે. (અને વિપર્યય અયથાર્થ જ્ઞાન છે) અને તેમાં પ્રમાણથી અપ્રમાણનો વધ=નિરાકરણ જોવામાં આવે છે. જેમ - બે ચંદ્રોનું દેખાવું સત્તાત્મક એક ચંદ્ર દર્શનથી નિરાકૃત (નિરાકરણ) થઈ જાય છે.
આ તે વિપર્યય વૃત્તિ જેને અવિદ્યા કહે છે, પાંચ પર્વો ભેદોવાળી હોય છે. જેને અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ નામના ફ્લેશ કહે છે. આ જ પાંચ લેશો તેમના અર્થ અનુરૂપ તમસ, મોહ, મહામોહ, તામિસ્ત્ર અને અંધતામિસ્ર નામોથી પણ કહેવાય છે. આ ક્લેશ ચિત્તના મળના પ્રસંગમાં આગળ કહેવામાં આવશે. ભાવાર્થ-શબ્દોના પર્યાયવાચી શબ્દોથી પણ શબ્દાર્થ બોધ થાય છે. જેમ-ન્યાયદર્શનમાં
દ્ધિપત્તભ્રમત્યનારજૂ કહીને બુદ્ધિનો અર્થ જ્ઞાન કર્યો છે. તે જ રીતે વિપર્યય વૃત્તિને સમજાવવા માટે સૂત્રકારે “મિથ્યાજ્ઞાન' અને “તદ્રુપપ્રતિષ્ઠ' શબ્દ સૂત્રમાં આપ્યા છે. જે વસ્તુ જેવી છે તેને અન્યથા (બીજી) સમજવી એ જ વિપર્યયવૃત્તિ હોય છે. જેમ- રાત્રે દોંરડાને જોઈને સાપ સમજી લેવો અને છીપને ચાંદી સમજી લેવી. આ વિપર્યય વૃત્તિ યોગમાર્ગમાં સૌથી વધુ બાધક છે. તેની નિવૃત્તિ યથાર્થ જ્ઞાનથી થાય છે માટે યોગીએ પૂર્ણ વિદ્વાન થવું જોઈએ. વિદ્યા વિના યોગનો અભ્યાસ નથી કરી શકાતો. મિથ્યાજ્ઞાનમાં ડૂબેલી વ્યક્તિ પ્રકૃતિ, આત્મા તથા પરમાત્માને નથી જાણી શકતી. છે ૮
शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥९॥ સૂત્રાર્થ - “ત્રીજી વિકલ્પ વૃત્તિ (ાદ-જ્ઞાના.... જેમ કે કોઈએ કોઈને કહ્યું કે એક જગાએ મેં મનુષ્યના માથા પર શિંગડા જોયાં. આ વાતને સાંભળીને કોઈ મનુષ્ય નિશ્ચય કરી લે કે ઠીક છે - શિંગડાવાળા મનુષ્ય પણ હોતા હશે. એવી વૃત્તિને વિકલ્પ કહે છે, કે જે જૂઠી વાત છે. અર્થાત્ જેનો શબ્દ તો હોય પરંતુ કોઈ પ્રકારનો અર્થ કોઈને પણ ન મળી શકે, એથી આનું નામ વિકલ્પ છે.
(28.ભૂ.ઉપાસના)
સમાધિ પાદ
૫૫
For Private and Personal Use Only