________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાતીયનું ઉદાહરણ આ છે જે પદાર્થ ગતિમાન નથી, તે ભિન્ન દેશોમાં નથી મળતો દેખાતો) – જેમ કે વિંધ્યાચળ પર્વત. (આગમ) - માતપુરુષwથાદષ્ટ અથવા યથાશ્રુત વાતને કહેનારા પુરુપ દ્વારા પ્રત્યક્ષ જાણેલા અથવા અનુમાન કરેલા પદાર્થનું જયારે બીજા પુરપોમાં વિરોધવંત પોતાના જ્ઞાનને આપવા માટે શબ્દોથી ઉપદેશ કરવામાં આવે છે, ત્યારે શબ્દોને સાંભળવાથી તે પદાર્થ-વિષયક શ્રોતા (સાંભળનાર)ની જે ચિત્તવૃત્તિ બને છે તે આગમવૃત્તિ છે. જે આગમનો અશ્રદ્ધા= શ્રધ્ધા ન કરવા યોગ્ય અર્થ= પદાર્થ હોય અને પદાર્થને વકતાએ સ્વયં પ્રત્યક્ષ અથવા અનુમાનથી ન જાણ્યો હોય તેમા Hપ્નવત આગમ પ્રમાણથી વ્યુત=ભ્રાન્ત થઈ જાય છે અર્થાત તે પ્રામાણિક નથી હોતો અને મૂળ વક્તાના સાક્ષાત અથવા અનુમાનથી પદાર્થને જાણવાથી માTE નિરવર્ણવ=નિર્કાન્ત પ્રમાણ થાય છે. ભાવાર્થ - યોગદર્શનમાં ચિત્તની વૃત્તિઓમાં પ્રમાણ વૃત્તિના ત્રણ ભેદ માન્યાં છે – પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ - ચિત્તનો જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી બાહ્ય વસ્તુનો પ્રથમ સંપર્ક થાય છે પછી તે પદાર્થ - વિષયક વૃત્તિ થાય છે. જો કે તે પદાર્થ સામાન્ય તથા વિશેષ ધર્મોથી યુક્ત હોય છે, પરંતુ તેના વિશેષ ધર્મથી નિશ્ચયાત્મક જે વૃત્તિ બને છે, તે પ્રત્યક્ષ છે. જેમ - સૂર્યના કિરણોથી સંતપ્ત રણની રેતીના કણોને જોઈને પ્રથમ જળના જેવી પ્રતીતિ થાય છે પરંતુ તેની નજીક જતાં જળથી ભિન્ન વિશેષ ધર્મોને જોઈને બ્રાન્તિ દૂર થઈ જાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ વૃત્તિથી સામાન્ય તથા વિશેષ ધર્મોનું ગ્રહણ થાય છે. પરંતુ વિશેષ-જ્ઞાન વિના પ્રત્યક્ષ-જ્ઞાન અપૂર્ણ (અધુરૂં) હોય છે. વિશેષ ધર્મ જ કોઈ વસ્તુને બીજી વસ્તુથી જુદી પાડે છે. જે ધર્મ સમાનરૂપથી અનેક પદાર્થોમાં રહે છે, તેને સામાન્ય ધર્મ કહે છે અને જે કોઈ વસ્તુને બીજી વસ્તુથી ભિન્ન (જુદી) કરે છે, તેને વિશેષ ધર્મ કહે છે.
જે ધર્મ સમાન જાતીય ધર્મી=પદાર્થમાં નિયતરૂપથી રહે છે અને ભિન્નજાતીય ધર્મી=પદાર્થમાં નથી રહેતો, તેવા ધર્મને લિંગ (ઓળખ) તથા તે ધર્મયુક્ત પદાર્થને લિંગી કહે છે. જેમ કે કોઈએ રસોડામાં અગ્નિ અને ધૂમ (ધુમાડા) નો નિયત સંબંધ પ્રત્યક્ષ જોયો અને એ નિશ્ચય કર્યો કે ધૂમ અગ્નિ વિના નથી હોઈ શકતો, માટે જયાં જયાં ધૂમ હોય છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે. ત્યાર પછી પર્વત પ્રદેશમાં દૂરથી ધૂમ (ધુમાડા)ને જોતાં અગ્નિનો નિશ્ચય થઈ જાય છે. ચિત્તની એ વૃત્તિને અનુમાન કહે છે. વ્યાસ ભાગ્યમાં એ જ વૃત્તિને સમજાવવા માટે અન્વયી અને વ્યતિરેકી બંને પ્રકારનાં ઉદાહરણ આપ્યાં છે. જેમ કે ચંદ્ર અને તારા પ્રત્યક્ષરૂપથી ગતિવાળા નથી દેખાતા, પરંતુ સ્થાનાન્તરિત થાય છે, માટે ગતિમાન છે. આમાં ચૈત્ર નામની વ્યક્તિનું ઉદાહરણ અન્વયી અને વિંધ્યાચળ પર્વતનું ઉદાહરણ વ્યતિરેકી છે. ૫૪
યોગદર્શન
For Private and Personal Use Only