________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્લિષ્ટ છે અને જે જ્ઞાન, ધર્મ અને ઈશ્વર તરફ લઈ જાય છે તે અક્લિષ્ટ છે. હવે - એ ક્લિષ્ટ તથા અક્લિષ્ટ વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે.
प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥६॥ સૂત્રાર્થ - “એ પાંચ વૃત્તિઓ આ પ્રમાણે છે પહેલી પ્રમાણ બીજી વિપર્યય ત્રીજી વિકલ્પ ચોથી નિદ્રા અને પાંચમી સ્મૃતિ
(ઋ. ભૂ. ઉપાસના) ભાવાર્થ - પ્રમાણ આદિ પાંચ પ્રકારની વૃત્તિઓની વ્યાખ્યા સ્વયં સૂત્રકારે (૧૭ થી ૧૧)માં કરી છે. એટલે ત્યાં જોવી. ૫ ૬ છે
प्रत्यक्षानुमानागमा : प्रमाणानि ॥७॥ સુત્રાર્થ – “તેમના વિભાગ અને લક્ષણ આ છે”
તેમનામાં પ્રત્યક્ષ અને કહે છે કે જે ચક્ષુ આદિ ઈદ્રિયો તથા રૂપ આદિ વિષયોના સંબંધથી સત્યજ્ઞાન ઉત્પન્ન થાય. જેમ કે દૂરથી જોવામાં સંદેહ થયો કે તે મનુષ્ય છે. કે બીજાં કંઈક. પછી તેની સમીપ જવાથી નિશ્ચય થાય છે કે તે મનુષ્ય જ છે, વગેરે પ્રત્યક્ષનાં ઉદાહરણ છે.”
“અને જો કોઈ પદાર્થનાં ચિહન જવાથી, તે પદાર્થનું યથાવત જ્ઞાન થાય તેને અનુમાન કહે છે. જેમ કે કોઈના પુત્રને જોતાં જ્ઞાન થાય છે કે તેનાં માતા-પિતા વગેરે છે અથવા અવશ્ય હતાં, વગેરે અનુમાનનાં ઉદાહરણ છે.”
અને જે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અર્થ (પદાર્થ)નો નિશ્ચય કરનારું છે. જેમ કે જ્ઞાનથી મોક્ષ થાય છે. આ આતોનો ઉપદેશ શબ્દ પ્રમાણનું ઉદાહરણ છે”
(ઋ. ભૂ. વેદવિપય) ભાપ્ય અનુવાદ (પ્રત્યક્ષ) નેત્ર આદિ ઈદ્રિયદ્વારોથી ચિત્તનો બાહ્ય વસ્તુઓ સાથે સંબંધ થવાથી બાહ્યવસ્તુ-વિષયક સામાન્ય અને વિશેષ ધર્મોવાળા પદાર્થોમાં વિશેષ ધર્મનું પ્રધાનરૂપથી નિશ્ચય કરાવનારી ચિત્તની વૃત્તિને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. પુરુષ અને ચિત્તના સંપર્કથી પુરુપ દ્વારા ચિત્તવૃત્તિનો બોધ થવો એ જ પ્રમાણ અનુરૂપ ફળ છે. આ પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ કરનાર પુરુપ (જીવાત્મા) છે એ આગળ પર સિદ્ધ કરીશું. (અનુમાન) મનુ =સાધ્યપક્ષના સમાન જાતિવાળા=સપક્ષોમાં મનાત રહેનારો અને ભિન્ન જાતિઓ વિપક્ષોથી વ્યવૃત્ત પૃથક રહેનારો જે સંબંધ=જ્ઞાપક લિંગ છે. તવિષયા–તેના જ્ઞાનથી ઉત્પન્ન થનારી અને અનુમેય પદાર્થના સામાન્ય ધર્મનું મુખ્યરૂપથી ગ્રહણ કરાવનારી ચિત્તવૃત્તિ અનુમાન કહેવાય છે. જેમ કે ચંદ્ર અને તારા એક સ્થાનમાં જોઈ, ફરી બીજા સ્થાન પર જોતાં ગતિવાળા લાગે છે. ચૈત્ર નામના મનુષ્યની માફક અર્થાત્ ચૈત્રને પહેલાં કાશીમાં જોયો હતો, પછી દિલ્હીમાં જોતાં એ અનુમાન કર્યું કે ગતિ કરીને જ તે અહીં આવ્યો છે. તે જ રીતે ગતિ વિના ચંદ્ર વગેરે એક સ્થાનથી બીજા સ્થાન પર નથી જોઈ શકાતા. આ સજાતીય પદાર્થોમાં મળતા સંબંધનું ઉદાહરણ છે.
-
સમાધિ પાદ
૫૩
For Private and Personal Use Only