________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય છે (આ જ દશાનું નામ કૈવલ્ય છે). ભાવાર્થ - ચિત્તના વ્યાપારને વૃત્તિ કહે છે અને ચિત્ત પ્રકૃતિજન્ય હોવાથી ત્રિગુણાત્મક છે. કેમ કે ચિત્તની બાહ્યવૃત્તિ તથા અંતવૃત્તિ હોવાથી બે મુખ્ય દશાઓ હોય છે. એટલા માટે ચિત્તવૃત્તિઓના પાંચ ભેદ હોવા છતાં પણ ક્લિષ્ટ, અક્લિષ્ટ એવા બે મુખ્ય ભેદ હોય છે. સૂત્રકારે (૧/૬) સૂત્રમાં આગમ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એમ પાંચેય વૃત્તિઓની ગણના કરીને ફરીથી આગળ ક્રમવાર વ્યાખ્યા કરી છે. અને (૨૩) સૂત્રમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્રપ અને અભિનિવેશ આ પાંચ ફ્લેશ માન્યા છે. આ અવિદ્યા આદિ ક્લેશ જે વૃત્તિઓની ઉત્પત્તિમાં કારણ હોય છે તે ક્લિપ્ટ વૃત્તિઓ હોય છે. કેમ કે આ ક્લેશોના કારણે ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ વિષયો તરફ હોવાથી દુઃખોને પેદા કરે છે. અને અવિદ્યા આદિ લેશો ક્ષીણ થતાં ઈશ્વરનો અનુગ્રહ અને યોગીઓના સત્સંગથી યોગાભ્યાસી પુરુપના ચિત્તમાં જયારે આધ્યાત્મિક ભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે વિવેકખ્યાતિ થવાથી સત્ત્વ આદિ ગુણોનાં કાર્યક્ષેત્રનો પ્રબળ વિરોધ કરનારી વૃત્તિઓ અક્લિષ્ટ કહેવાય છે.
અને કયારેક આનાથી વિપરીત પણ થઈ જાય છે, અર્થાત્ લેશોથી અક્ષિણ વૃત્તિઓ અને અક્લિષ્ટ્રવૃત્તિઓના પ્રભાવથી ક્લિપ્ટવૃત્તિઓ પણ ઉત્પન્ન થઈ જાય છે. સામાન્ય મનુષ્ય સત્ત્વાદિ ગુણોથી અભિભૂત અને જન્મ-જન્માંતરોના સંસ્કારોને કારણે ક્લિપ્રવૃત્તિઓના પ્રવાહમાં વહેતાં વહેતાં જ્યારે સાંસારિક દુઃખોથી અત્યધિક ખિન્ન થઈ જાય છે અને સૌભાગ્યથી કોઈ સદ્ગુરુના ઉપદેશથી આધ્યાત્મિક માર્ગનો પથિક બની જાય છે. ત્યારે લેશોના અનુભવથી વિવેકખ્યાતિ તરફ અગ્રેસર કરનારી અક્લિપ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે.
અને એવું પણ થઈ જાય છે કે યોગ માર્ગ પર અગ્રેસર થવા છતાં તથા અશ્લિષ્ટ વૃત્તિઓની હાજરી હોવા છતાં પણ અનેક એવા અવસર આવે છે કે જયારે અભિભૂત ક્લિષ્ટ વૃત્તિઓ ઉચિત કારણની ઉપસ્થિતિમાં ઊભરી આવે છે અને યોગીના માર્ગમાં બાધારૂપમાં આવી જાય છે. ઘણા જ સતત સચેત તથા જાગૃત યોગી જ આવી બાધાઓથી પોતાને બચાવી શકે છે. પરંતુ એ બાધાઓ ત્યાં સુધી રહે છે જયાં સુધી પ્રસુપ્ત અથવા અભિભૂત સંસ્કાર, દગ્ધબીજની જેમ પ્રસવ ફલોન્મુખ થવામાં અસમર્થ નથી થઈ જતા, અથવા પોતાના કારણમાં લીન નથી થઈ જતા. કેમ કે વિવેક-ખ્યાતિ થતાં પહેલાં સુધી સંસ્કારોથી વૃત્તિઓ અને વૃત્તિઓથી સંસ્કારોનો ક્રમ નિરંતર ચાલતો રહે છે, એ પા નોંધ : (૧) અહીં ચિત્તને જે ‘નાત્મધેન કહ્યું છે, તેનો ભાવ એ નથી કે ચિત્ત જીવાત્માની
સદશ થઈ જાય છે. કેમ કે ચિત્ત પ્રકૃતિજન્ય હોવાથી જડ છે. તે ચેતન સમાન
કેવી રીતે થઈ શકે? (૨) જે વૃત્તિઓ મનુષ્યને અજ્ઞાન, અધર્મ, અનીશ્વરતા તરફ લઈ જાય છે તે
યોગદર્શન
૫૨
For Private and Personal Use Only