________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સાહ અને આનંદયુક્ત રહે છે અને સંસારના મનુષ્યની વૃત્તિ સદા હર્ષ-શોકરૂપ દુઃખ સંસારમાં ડૂબેલી રહે છે. ઉપાસક યોગીની તો જ્ઞાનરૂપ પ્રકાશમાં સદા વધતી રહે છે, જયારે સંસારી મનુષ્યની વૃત્તિ સદા અંધકારમાં ફસાતી જાય છે. (ઋ. ભૂ. ઉપાસના) ભાખાનુવાદ – ઉપાસક યોગી વ્યુત્થાનકાળ =નિરોધ અવસ્થા (અર્થાત સમાધિ)થી ભિન્ન વ્યવહારકાળમાં, ચિત્તની વૃત્તિઓના સમાન ધર્મવાળો હોય છે તેમાં બીજા પંચશિખાચાર્યનું સૂત્ર (મેવરક્શન રળ્યાતિવર્ણનમ) પ્રમાણ છે. એક જ દર્શન છે,
ખ્યાતિ = વૃત્તિ જ દર્શન છે. અર્થાત્ પુરુષની જેવી વૃત્તિ હોય છે, તે તેવો જ દેખાય છે. યોગી પુરુષનો વ્યવહાર તથા સમાધિસ્થ બુદ્ધિ-દર્શન = વૃત્તિબોધ એક જ હોય છે. તેનું વ્યવહાર દર્શન બુદ્ધિ-વૃત્તિથી ભિન્ન નથી હોતું. કેમ કે ચિત્ત અયસ્કાન્ત મણિ=ચુંબક સમાન સમીપ હોવા માત્રથી જ કામ કરનારું હોય છે. પુરુષરૂપી સ્વામીનું ચિત્ત દશ્ય થતાં સ્વ= ધન થઈ જાય છે. એનાથી ચિત્તની વૃત્તિઓના બોધમાં પુરૂષ = જીવાત્માનો ચિત્તની સાથે સંબંધ ઝના િ= ઘણો જૂનો છે. (જીવાત્મા સમાન અનાદિ નહીં, કેમ કે ચિત્તનો સંબંધ પ્રકૃતિજન્ય હોવાથી સૃષ્ટિની આદિમાં પરમેશ્વર જીવાત્માની સાથે (ચિત્તનો સંબંધ) કરાવે છે. અને તે સંબંધ મોક્ષમાં નથી રહેતો.) ભાવાર્થ – “વૃત્તિ' શબ્દનો અર્થ છે – વ્યાપાર. ચિત્તનો વૃત્તિની સાથે સમવાયસંબંધ છે. (= નિત્ય સંબંધ છે.) જીવાત્મા ચિત્તથી ભિન્ન પરંતુ ચિત્તનો સ્વામી છે. જીવાત્માના ઈચ્છા, પ્રયત્ન આદિ ગુણ હોવાથી જયારે જોવા વગેરેની ઈચ્છા જીવાત્મા કરે છે, ત્યારે તે જીવાત્મા) મનને પ્રેરિત કરે છે અને મન ઈદ્રિયો સાથે જોડાઈને બાહ્ય વસ્તુ સાથે જોડાયા છે અને નિરોધ દશામાં બાહ્ય વસ્તુથી સંપર્ક ન હોવાથી ચિત્તની વૃત્તિઓ અંતર્મુખી રહે છે અને તેમનો પ્રવાહ આત્મા તરફ રહે છે. આ રહસ્યને આ પ્રકારે પણ સમજી શકાય છે -
ચિત્ત એકસરોવર સમાન છે. ચિત્તની વૃત્તિઓ તરંગો (મોજ)ની માફક છે. બાહ્ય વૃત્તિ વખતે ચિત્તને આ તરંગો બાહ્ય ઈદ્રિઓની તરફ પ્રવાહિત કરે છે અને વિષયોન્મુખ રહે છે. અને અંતર્મુખી થતાં ઈદ્રિયો સાથે સંપર્ક ન હોવાથી તેમનો સંપર્ક પરમાત્મારૂપી ગંગા સાથે થઈ જાય છે. ચિત્તને વ્યાસ-ભાગ્યમાં અયસ્કાજોમણિ (ચુંબક પત્થર)ના સમાન બતાવ્યું છે, જો તેનો નિરોધ ન કરવામાં આવે તો તે લોખંડની જેમ બાહ્ય વિષયોને પોતાની તરફ ખેંચતું રહે છે અને જીવાત્મા સ્ફટિકમણિ (બિલોરી કાચ)ની જેમ શુદ્ધ છે, પરંતુ પોતાની સમીપ મન આદિ જેવાં રંગવાળો પ્રતીત થાય છે. આ જ ભાવને સૂત્રકારે વૃત્તિકાળ કહીને સ્પષ્ટ કર્યો છે. ચિત્ત ઈદ્રિયોના સાંનિધ્યથી જે વિષયને ઉપસ્થિત (હાજર) કરે છે, જીવાત્મા તેને ગ્રહણ કરે છે. આ જ જીવાત્માની વ્યુત્થાન દશા કહેવાય છે. સમાધિદશા તેનાથી બિલકુલ ભિન્ન હોય છે, કે જેમાં બાહ્ય વિષયોથી સંપર્ક ન હોવાથી બ્રહ્માનંદની અનુભૂતિમાત્ર જ થાય છે. તે ૪ છે હવે - એ ચિત્તની વૃત્તિઓ ઘણી હોવાથી નિરોધ કરવા યોગ્ય છે, તે આ છે૫૦
યોગદર્શન
-
-
-
-
-
For Private and Personal Use Only