________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત જીવાત્મા અજન્મા, અમરણધર્મા, અવિકારી, નિત્યસત્તાવાળો છે. અને આ નાશવંત શરીરની સાથે જીવાત્માનો નાશ નથી થતો.
આચાર્ય વિજ્ઞાનભિક્ષુએ અનન્ત શબ્દનો અર્થ પૂર્ણ ” કર્યો છે. આ પ્રસંગવિરુદ્ધ હોવાથી અસંગત અર્થ છે. અહીં યોગનું પ્રકરણ છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ આદિ પરમાત્મામાં તો સંભવ છે જ નહીં. તે તો સદા મુક્ત તથા નિરાકાર, શરીર આદિથી રહિત છે. અને જીવાત્મા અલ્પજ્ઞ, અલ્પસામર્થ્યવાળો તથા સીમિત છે. તેને પૂર્ણ કેવી રીતે કહી શકાય છે? ૨ હવે - વૃત્તિનિરોધ અવસ્થાવાળાં ચિત્તમાં બાહ્ય વિષયોનો અભાવ હોવાથી બુદ્ધિ બોધાત્મા–ઘટ પટ આદિ વિષયોનો બોધ કરવો જ જેનું સ્વરૂપ છે, એવો બોદ્ધા પુરુ૫= શરીરમાં શયન કરનારો જીવાત્મા કેવા સ્વભાવવાળો થઈ જાય છે.
તાદ્રષ્ટ: સ્વરૂપેવસ્થાન / રૂ . સૂત્રાર્થ:- (પ્રશ્ન) જયારે વૃત્તિઓ બહારના વ્યવહારોથી હટાવીને સ્થિર કરવામાં આવે છે, ત્યારે કયાં સ્થિર થાય છે? તેનો જવાબ એ છે કે તાજું... જેમ જળના પ્રવાહને એક બાજુથી દઢ બંધ બાંધીને રોકી રાખો છો ત્યારે તે પ્રવાહ જે તરફ નીચાણ હોય છે, તે તરફ વળીને કયાંક સ્થિર થઈ જાય છે. તે જ પ્રમાણે મનની વૃત્તિ પણ જયારે બહારથી રોકવામાં આવે છે, ત્યારે પરમેશ્વરમાં સ્થિર થઈ જાય છે. (ઋ. ભૂ. ઉપાસના) ભાખાનુવાદ - (તા) ત્યારે = ચિત્તની બધી વૃત્તિઓનો બાહ્ય વિષયોથી નિરોધ થતાં દ્રષ્ટ) જીવાત્માની (વધેશ્વરથાનનું સ્વરૂપમાં =નિજરૂપમાં પ્રતિષ્ઠા=સ્થિતિ થઈ જાય છે. અર્થાત્ ચિત્ત બાહ્ય સંપર્કથી રહિત થવાથી જીવાત્મા ત્રિગુણાતીત (ત્રણ ગુણોથી જુદો) થઈ જાય છે. જેમ - કેવલ્ય મોક્ષમાં જીવાત્મા પ્રાકૃતિક બંધનોથી છૂટી જાય છે. અને અનંત પરમાત્માના આશ્રયથી અબાધ ગતિથી વિચરે છે – ફરે છે. ભાવાર્થ - આનાથી પ્રથમ સૂત્રમાં ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહ્યો છે. અને નિરોધ ચિત્તની નિરોધ દશામાં કોઈ પણ બાહ્ય વસ્તુનું જ્ઞાન નથી રહેતું. જીવાત્મા આ દશામાં પરમાત્માના આનંદમાં નિમગ્ન થઈ જાય છે. આ જ ભાવને વ્યાસ ભાષ્યમાં
થા વજે કહીને સ્પષ્ટ કર્યો છે. નિરોધ દશામાં મોક્ષ જેવી સ્થિતિ રહે છે. અતઃ સૂત્ર તા શબ્દ પણ નિરોધ દશાનો દ્યોતક છે. તે વખતે છુપદનો અર્થ જીવાત્મા ન કરતાં પરમાત્મા જ કરવો સંગત છે. યોગીરાજ મહર્ષિ દયાનંદે સૂત્રાર્થની સંગતિ પોતાના સાક્ષાત્ અનુભવના આધાર પર લગાવતાં લખ્યું છે - “જયારે ચિત્ત એકાગ્ર અને નિરૂદ્ધ થાય છે. ત્યારે બધાના દ્રષ્ટા ઈશ્વરના સ્વરૂપમાં જીવાત્માની સ્થિતિ થાય છે. (સ.પ્ર. નવમો) આનાથી આગળના સૂત્રમાં આ (૧૩)થી વિરુદ્ધદશાનું વર્ણન કર્યું છે. અર્થાત વ્યુત્થાન ચિત્તની દશામાં જીવાત્મામાં દશ્ય વિષયોની પ્રતીતિ થાય છે, અને સમાધિ દશામાં કેવળ બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે. માટે અહીં .' પદ નો અર્થ પરમાત્મા પણ કરવો યોગ્ય છે.
યોગદર્શન
४८
For Private and Personal Use Only