________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ચિત્ત-વૃત્તિનિરોધ:) ચેતના શક્તિ ઉક્ત (ઉપર જણાવેલા) સત્ત્વ આદિ ગુણોના પરિણામોથી રહિત, નિર્લેપ, વિપયોને ચિત્ત દ્વારા બતાવવાથી પરત (શાન્ત), શુદ્ધ તથા અનંત-અવિનશ્વર છે. આ ચેતનાશક્તિથી ચિત્તની સર્વત્મિ =વિવેકજ્ઞાનથી યુક્ત ચિત્તની દશા ભિન્ન છે. એટલા માટે એ વિવેકખ્યાતિથી વિરક્ત ચિત્ત તે વિવેકજ્ઞાનની સ્થિતિને પણ નિરોધ કરી દે છે. તે અવસ્થામાં ચિત્ત સંસ્કારોનુખ-સંસ્કારમાત્ર શેષ થઈ જાય છે. તે નિબજ નામની સમાધિ હોય છે. તેમાં કોઈપણ બાહ્ય વસ્તુનું જ્ઞાન નથી રહેતું, માટે અસપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. ફલસ્વરૂપ ચિત્તની વૃત્તિઓના નિરોધરૂપ યોગ સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત ભેદથી બે પ્રકારના છે. વિમર્શ - ગત સૂત્રના વ્યાસ ભાખમાં ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરુદ્ધ પાંચ અવસ્થાઓ બતાવી છે. ક્ષિપ્ત અને મૂઢ દશામાં યોગ સંભવ નથી અને વિક્ષિપ્ત દશામાં પણ ગૌણ-સમાધિ કહીને યોગનો નિષેધ કર્યો છે. તે જ વાતને અહીં સ્પષ્ટ કરી છે - ચિત્ત (મન) પ્રકૃતિનો વિકાર છે. એટલે તે સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના ક્રમશઃ શુકલ, રક્ત, કૃષ્ણ રંગોવાળું કહેવાય છે. તેમાં યોગની દશા આ પ્રમાણે સમજવી જોઈએ - (૧) ચિત્તની રજોગુણ તથા તમોગુણથી સંસૃષ્ટ-મિશ્રિત સાત્વિક વૃત્તિ યોગ નથી કહેવાતી, કેમ કે રજોગુણ તથા તમોગુણના પ્રભાવના કારણે ચિત્તરૂપી દર્પણ નિર્મળ નથી હોતું. જેમ સફેદ વસ્ત્ર લાલ અથવા કાળા ગુણ યુક્ત થતાં સ્વચ્છ નથી કહેવાતું. (૨) તમોગુણવાળા સાત્ત્વિક મનનો નિરોધ પણ યોગ નથી કહેવાતો, કેમ કે તામસવૃત્તિના કારણે અજ્ઞાન આદિ બનેલું જ રહે છે. (૩) રજોવૃત્તિ વાળા સાત્ત્વિક મનનો નિરોધ પણ યોગ નથી, કારણ કે તેમાં રજોગુણના કારણે સફેદ વસની જેમ મન શુદ્ધ નથી હોતું (૪) તામસ તેમ જ રાજસ વૃતિઓના નિરોધને યોગ કહે છે. કેમ કે સાત્વિક વૃત્તિનો ઉદય થવાથી વિવેકખ્યાતિ થાય છે. (૫) અને તામસ, રાજસતથાસાત્ત્વિકત્રણેયવૃત્તિઓના નિરોધને ઉત્તમ યોગ કહે છે. એમાં નિશ્ચિત કૈવલ્ય થાય છે.
મહર્ષિ દયાનંદે આ સૂત્રનો અર્થ અન્યત્ર સત્યાર્થ પ્રકાશના નવમા સમુલ્લાસમાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યો છે. -
મનુષ્ય રજોગુણ તમોગુણયુક્ત કર્મોથી મનને રોકી, શુદ્ધ સત્ત્વગુણયુક્ત કર્મોથી પણ મનને રોકી, શુદ્ધ સત્ત્વગુણયુક્ત થાય, પછીથી તેનો નિરોધ કરી એકાગ્ર અર્થાત્ એક પરમાત્મા અને ધર્મયુક્ત કર્મ તેમના અગ્રભાગમાં ચિત્તને રોકી રાખવું. - નિરુદ્ધ અર્થાત્ બધી બાજુથી મનની વૃત્તિને રોકવી.”
વ્યાસ-મુનિએ અહીં ચેતન તથા અચેતનનો ભેદ પણ સ્પષ્ટ કર્યો છે. જે આ પ્રમાણે છે. - (૧) વિશિવિરારગિની - ચેતનપુરુષ પરિણામરહિત છે, કેમ કે તેમાં
યોગદર્શન
For Private and Personal Use Only