________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| મોરૂમ્ | सच्चिदान्देश्वराय नमो नम :
अथ पातञ्जलयोग-दर्शनम्
तत्र प्रथम : समाधिपाद : प्रारभ्यते ।
- સમાધિ પાદ
મથ વો!ITSનુશાસનમ્ ? / સૂત્રાર્થ - “અથ” શબ્દ અહીં અધિકારવાચક છે. જેમ વ્યાકરણ મહાભાયમાં પણ “મથ ઇન્દ્રાનુશાસનને' સૂત્ર પર મહર્ષિ-પતંજલિએ લખ્યું છે - અથચેયં શબ્દોfધાર્થ પ્રયુતે I અને દ્વિતિ વિ દૈતવો મત આ ન્યાયથી અથ' શબ્દ મંગલવાચક પણ છે. અને “ મનુfશષ્યતેડનેત્યનુશાસનં=શાસ્ત્ર' આ વ્યુત્પત્તિથી “અનુશાસન' શબ્દ યોગશાસનો પર્યાયવાચી (બીજું નામ) છે. યોગનુસનં પાર્શ્વ યોનુશાસનમૂઆસમાસથી આ શબ્દ યોગ-શાસ્ત્રનો પર્યાયવાચી છે. અને થોડા શબ્દ “યુગ સાથ (પાણિનીય ધાતુ) ધાતુથી ધન'પ્રત્યય કરવાથી સિદ્ધ થાય છે. સૂત્રનો આશય એ છે કે સંપૂર્ણ યોગશાસ્ત્રનો વિષય યો| = સમાધિનો ઉપદેશ કરવો. ભાપ્ય અનુવાદ- (મથી સૂત્રમાં ‘’ પદ અધિકાર માટે છે. યોગાનુશાસન નામનું શાસ્ત્ર અથવા યોગનું શિક્ષણ આપવું આ આખા શાસ્ત્રનો અધિકાર=પ્રતિપાદ્ય વિષય સમજવો જોઈએ. (:) યોગનો અર્થ સમાધિ છે અને તે સમાધિ ચિત્તની બધી ક્ષિપ્ત વગેરે ભૂમિઓ=અવસ્થાઓમાં સિદ્ધ (સ્થિર) થયેલા ચિત્તઃમનનો ધર્મ ગુણ છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરુદ્ધ એ ચિત્તની પાંચ ભૂમિઓ = અવસ્થાઓ છે. તેમનામાં ચિત્તની વિક્ષિપ્ત અવસ્થામાં વિક્ષેપો (અંતરાયો)ના કારણે = રજોગુણથી અનુવિદ્ધ (ભળેલી) હોવાથી ગૌણ થયેલી સમાધિ યોગપક્ષમાં નથી ગણવામાં આવતી અને જે ચિત્તની એકાગ્ર દશામાં સમાધિ હોય છે તે જે વસ્તુ જેવી હોય તેને તેવી જ પ્રદર્શિત કરી દે છે, અવિદ્યા આદિ પાંચ ક્લેશોને ક્ષણ કરે છે, તથા કર્મનાં બંધનોને શિથિલ (ઢીલાં) કરી દે છે અને નિરોધ રૂપ ચિત્તની અંતિમ ભૂમિ તરફ પ્રવૃત્તિ કરાવે છે. તે એકાગ્રસમાધિ સમ્પ્રજ્ઞાત યોગ નામથી કહેવાય છે અને તે સમાધિ વિતકનુગત, વિચારાનુગત, આનંદાનુગત તથા અસ્મિતાનુગત ભેદથી ચાર પ્રકારની (એકાગ્રસમાધિ) હોય છે. તેમનું વ્યાખ્યાન આગળ કરવામાં આવશે. ચિત્તની બધી વૃત્તિઓનો નિરોધ
४४
યોગદર્શન
For Private and Personal Use Only