________________ પ્રકરણ 4 થું: : કનકાવલી કામવિજેતા બનવું એ નાનીસૂની વાત નથી. એ જ રીતે કઈ રૂપવતી નારી પ્રત્યે નિર્મળ નજરે જોવું એ પણ ભારે કઠણ હેય છે. દેવ, દાનવ, વિદ્યાધર, ગાંધર્વ, કિન્નર, કે માનવ સહુના હૈયામાં અશક્તિના ઓછાવત્તા અંશે પડેલા જ હોય છે...તેમાંય કામા સકિતએ તે અનંત યુગોથી સહુને પોતાની માયાજાળમાં ફસાવેલા જ છે. પ્રાણ ધારણ કરનાર કોઈપણ પ્રાણ આમાંથી મુક્ત નથી. હા, જે મહાનુભાવો જ્ઞાન, ત્યાગ અને તપનાં અમૃત વડે અંતરમાં રહેલા આસક્તિના વિષને દૂર કરે છે તે જ ભવબંધનની બેડીમાંથી મુક્તિ મેળવી શકે. જલંધર પ્રદેશના રાજા ચન્દ્રબાહુની રૂપવતી નવયૌવના કન્યા એક દિવસે રાજભવનના ઉપવનમાં આવેલા કૃત્રિમ સરોવરમાં પિતાની સખીઓ સાથે જળવિહાર કરી રહી હતી. | Jષ્મ ઋતુનો પ્રારંભ હતા. કૃત્રિમ સરોવર ફરતાં વિવિધ પ્રકારનાં વૃક્ષે હરિયાળા દુર્ગ સમાં શોભતાં હતાં અને આ જળાશય કેવળ અંતઃપુરના રાજ પરિવારની સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યું હતું. આ સ્થળે કઈ પુરુષ જઈ શકતો નહોતે. સરોવરના રક્ષણ ભાર પણ સ્ત્રી રક્ષિકાઓને સોંપવામાં આવ્યો હતો. આવા જળાશયમાં રાજા ચન્દ્રબાહુની નવયૌવના કન્યા કનકાવલી પિતાની દસ સખીઓ સાથે ક્રીડા કરી રહી હતી. જળ અને નારીને પરસ્પરને ચિરકાલિન સ્નેહ હોય છે. નારી જ્યારે જળાશયમાં સ્નાન કરવા પડે છે ત્યારે તે સમયનું ભાન ગુમાવી બેસે છે. એમાંય આ તે બધી નવજવાન સ્ત્રીઓ હતી.