________________ દેવદૂત!રા 181 અને જે સ્થળે સ્વયંવર મંડપ રચા હતા, તે સ્થળે તે જાણે માનવમહેરામણ ઉભરાયું હતું. જનતા પિતાના કપ્રિય રાજાની કન્યાને સ્વયંવર નિહાળવા આતુર બની હતી અને હજારો રક્ષક એ અંગેની વ્યવસ્થા કરી રહ્યા હતા. મહારાજા ભીમે હજારો પ્રેક્ષકો શાંતિથી બેસી શકે એવી -વ્યવસ્થા તે રાખી જ હતી અને મંડપના વ્યવસ્થાપકે આવી રહેલા લકોને યથાસ્થાને બેસાડતા હતા. સૂર્યોદય થતાં થતાંમાં તે પ્રેક્ષકો માટેનું સ્થાન ભરાઈ ગયું અને યંવરમાં ભાગ લેવા આવેલા નાના મોટા સેંકડે રાજવીઓના રથે આવવા શરૂ થયા. રક્ષકો પ્રત્યેક રાજાને આદર સહિત સ્વયંવર મ ડપમાં દોરી જતા અને સ્વયંવર મંડપના દ્વાર પાસે ઊભા રહેલા મહારાજા ભીમ ભાવપૂર્વક સહુનું સ્વાગત કરતા અને મંત્રીઓ દરેક રાજાને તેઓ માટે નક્કી કરેલા ઉચિત આસન બેસાડતા. સ્વયંવરમાં ભાગ લેવા આવેલા રાજાઓના મનમાં તો એ જ આશા હતી કેદમયંતી મને જ વરમાળા પહેરાવશે...ખરેખર, આશાને નશે મહાન માનવીને પણ દ્રષ્ટિહીન બનાવી દે છે. જે રાજાઓનો ચહેરો દીઠો ગમે એ નહોતે અથવા તો વયમાં ઘણા મેટા હતા તે રાજાઓ પણ સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરીને મેળવવાની આશાએ નવજવાન અને સુરૂપ હોવાના અભિપ્રાય સાથે આવ્યા હતા. કેટલાક રાજા કૃર પણ હતા. જે દમયંતી વરમાળા ન પહેરાવે છે તેનું અપહરણ કરવાની યોજના સાથે તેઓ આવ્યા હતા. આમ, અનેક રાજાએ ધીરે ધીરે સુવર્ણમંડિત સ્વયંવર મંડપમાં આવવા માંડયા. મંડપમાં વ્યવસ્થા જાળવનારા રક્ષકો ખુલ્લી તલવાર સાથે ચોતરફ 'ઊભા હતા અને સેંકડો પરિચારિક અને પરિચારિકાએ પાન, જળ, દૂધ, વગેરેનાં પાત્રો સહિત અતિથિઓના સ્વાગત નિમિત્તે ઊભાં હતાં. તેજમૂર્તિ નળ પણ પોતાના મહાપ્રતિહાર અને મંત્રી સાથે