________________ -252 નિષધપતિ વધનાર ઉત્તમ છે. પિતાના નામથી. પ્રકાશનાર મધ્યમ છે, ભાણેજ ' તરીકે ઓળખાવાનાર અધમ છે અને જમાઈ તરીકે ઓળખાઈને ' જીવનાર અધમાધમ છે. આ પરિસ્થિતિમાં દમય તી પિતાને પિયર કે નિષિધામાં રહે તે માટે પંથ ઘણે સરલ બની જાય. હું ગમે ત્યાં મુકતભાવે જઈ શકે. ચંદ્રિકા સમી દમયંતી સાથે હોય તે હું અવશ્ય ઓળખાઈ જવાને પરંતુ એક હેઉ તે કોઈ એમ નહિ કહી શકે કે આ નળ છે.” એહ. મારે શું કરવું ? મૂર્ખ માણસના હાથમાં ગ્રંથ, દરિતના હાથમાં ખજાને અને નપુંસકના હાથમાં તલવાર ન શોભે. તે જ રીતે, આ કમલનયના પત્ની મારી સાથે શોભી શકશે નહિ...ના...ના...ના..ગમે તેવાં સંકટ વચ્ચે પણ તે મારો ત્યાગ નહિ કરે. અને એને પડતું દુઃખ હું કોઈ પણ ઉપાયે સહી શકીશ નહિ... મારે કંઈક કરવું જ જોઈએ. ગમે તે ઉપાયે મારે તેને સમજાવીને તેને પિયર મોકલવી જોઈએ અથવા કોઈ સ્વજનને ઘેર આશ્રય અપાવો જોઈએ. આમ થાય તે જ ભવિષ્યમાં હું મારી પ્રિયતમાને પ્રાપ્ત કરી શકું તે જ દમયંતી જીવતી રહી શકે..બાકી, આ રઝળપટીમાં માનવેલેકનું આ કમળ પુષ્પ અવશ્ય કરમાઈ જશે. જ્યાં સેંકડે રાજાઓથી ભરેલું મારું સામ્રાજ્ય ને કયાં મૃગના મિથુન જેવો આ અમારે રઝળપાટ !" નળ આંખ મીંચીને આવા વિચાર કરી રહ્યો હતો. દમયંતીના સ્વામીનાં ચરણ દબાવી રહી હતી...તેના નયનમાંથી ખરતાં આંસુઓ નળનાં ચરણને સ્પર્શી જતાં. નળના મનમાં થતું? મારે દમયંતીને કેવી રીતે સમજાવવી? શું તે સમજશે? કઈ પણ સંગમાં તે નહિ સમજે.જે નારી સ્વામી સાથે દુખ સહન કરવામાં પણ આશીર્વાદ માનતી હોય તે નારીને કેવી રીતે સમજાવી ?