________________ 302 નિષધપતિ માટેનું મેગ્ય સ્થળ પસંદ કરી લેતી. ખરેખર, સમય ઘણી વાર માનવીનાં દેહ-મનને મજબૂત બનાવે છે. આમ પ્રવાસ કરતાં કરતાં માર્ગમાં એક ધનિક સાર્થવાહને મેળાપ થઈ ગયો. સાર્થવાહન સાથે ઘણો મેટે હતો. તેની સાથે પુષ્કળ માલ પણ હતા. દમયંતીના મનમાં થયું. આ સાર્થવાહ કદાચ કુંઠિનપુર તરફ જતો હશે . આના સથવારે જવું વધારે હિતાવહ લાગે છે આમ વિચારી પડાવમાં બેઠેલા સાર્થવાહ પાસે લઈ અને વિનયભર્યા સ્વરેલી , “મહાનુભાવ, આપ કઈ તરફ જાઓ છો?” પરંતુ સાર્થવાહ કે તેના માણસોએ આ અંગે કશે ઉત્તર ન આપે. આ કઈ ક્ષત્રિય કન્યા લાગે છે...એકલી અટુલી નીકળી પડી છે....માર્ગમાં એને શોધવા નીકળેલાએ ભેટી પડે તે વિપત્તિ ઊભી થાય અને ભારે મુંઝવણમાં મુકાવું પડે. આવો ભય જાગવાથી તેમણે કોઈએ ઉત્તર ન આપો. આમ છતાં દમયંતી નિરાશ ન થઈ. તેણે પડાવની બહાર રાત્રિકાળ વિતાવ્યો. સવારે સાથ ઊપડે ત્યારે તે પણ તેની પાછળ પાછળ ચાલવા માંડી. બુદ્ધિવંતને વસ્તુ પ્રાપ્ત થાય છે કે નહિ તેની ચિંતા નથી હોતી, માત્ર કાર્ય સાધનની જ આવશ્યકતા હોય છે. જમી લીધા પછી માનવીને એક તણખલાની પણ જરૂર પડે છે અને મૃત્યુ પામેલા માનવીની રાખ પણ પૂજાય છે. એટલે અવસરે આવતી બધી ક્રિયાઓ શ્રેષ્ઠ જ લેખાય છે. ચારેક દિવસ પછી એક વિકટ પહાડની તળેટીમાં સાર્થવાહે પડાવ નાખે. એની સેકડો પિઠે, માણસો, દાસદાસીઓ, વગેરે પિતાપિતાનાં કાર્યમાં ગુંથાઈ ગયા. દમયંતી પશુ સાર્થથી થોડે દૂર એક વૃક્ષ નીચે રાત્રિકાળ વિતાવવા આડે પડખે થઈ. તે માત્ર સાર્થના સથવારે ચાલતી હતી...સાર્થના કોઈપણ માનવી પાસેથી કશું ઈચ્છની વહેતી. તેમ, સાર્થના સાળા માણસે દમયંતી સાથે કશી વાત પણ