________________ આશ્રય ! 319 દમયંતીને અનેક વિચાર આવતા હતા. અને એક તે ત્યાં આવી પહોંચેલી ઘેએ દમયંતીના ચરણ જે નીચે લટકતા હતા તેના જમણુ પગના અંગૂઠાને પોતાના મુખમાં લીધે, આ સ્પર્શથી દમયંતી ચમકી...તેણે જોયું તે એક તંદુરસ્ત ઘો પગને અંગૂઠે છેડીને વારંવાર બંને પગના અંગૂઠાઓને ચૂમી રહી હતી... આ જોઈને દમયંતીને નવાઈ લાગી. તેણે જરાય ભય ન દર્શાવ્યો ..તેમ, ઘેને તગડવાનો પણ પ્રયત્ન ન કર્યો. આ દ્રશ્ય વાવડી પાસે ઊભેલી દાસી પણ જોઈ રહી હતી..તે જળને ભરેલો ઘડો લઈને દોડતી આવી.. ઘો તરત સરકીને ચાલી ગઈ અને દાસીએ ઘણા જ ભાવભય મન સાથે દમયંતીના બંને ચરણ ધોયા અને બંને ચરણને પિતાનું મસ્તક અડકાડી કહ્યું: “આપ કોઈ વનદેવી લાગો છે...હું હમણાં જ આવું છું...કૃપા કરીને આપ કયાંય જશે નહિ...મને આપની સેવાને ભાવ જાગે છે. દમયંતી આછું હસી. દાસી ત્વરિત ચરણે નગરી તરફ ગઈ..તે સીધી રાજમહેલમાં દોડતી પહોંચી અને મહારાણું ચંદ્રમતી પાસે નમન કરીને બોલી : મહાદેવી, આપણું નગરીને પાદર સ્વપ્નમાં ન જોયું હોય કે ન સાંભળ્યું હોય એવું એક સ્ત્રી રત્ન આવ્યું છે...શું તેનું તેજ છે ! મને તે કઈ મહાસતી જ લાગે છે અથવા કોઈ દેવકન્યા માનવરૂપે આવી હોય એમ દેખાયું છે.' તું સત્વર ત્યાં જ અને એ સ્ત્રીને વિનયપૂર્વક આહરસહિત અહીં લઈ આવ....આવું નારી રન જોઈને પણ ધન્ય બનીશ.” દાસી દેતી પાછી ફરી. દમયંતી શાંતિથી ત્યાં ને ત્યાં બેઠી હતી. દાસીએ નજીક આવી નમન કરતાં કહ્યું: “કલ્યાણમયી, મારી એક પ્રાર્થના સ્વીકારો અને મારી સાથે રાજમહેલમાં પધારે..મહાદેવી ચંદ્રમતી પ્રેમપૂર્વક