________________ પ્રકરણ 37 મું: : મિલન ટતુપર્ણ રાજા માત્ર એક જ રથમાં આવી ચડયા છે. એ જાણીને રાજા ભીમને ભારે આશ્ચર્ય થયું. પરંતુ તેઓએ પિતાના આશ્ચર્યને સમાવીને ઋતુપર્ણ રાજાનું ખૂબ હર્ષપૂર્વક સ્વાગત કર્યું. પરસ્પર કુશળ પૂછયા પછી રાજા ભીમે એક સુંદર મહેલમાં તેઓને ઉતારે આયે. એ મહેલમાં તત્કાળ સ્નાન આદિની વ્યવસ્થા થઈ ગઈ.. રાજા ઋતુપર્ણ અને કુન્જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ ગયા. ત્યારે વિદર્ભના મહામંત્રીએ આવીને ઋતુપર્ણ રાજાને નમસ્કાર કર્યો અને કહ્યું : મહારાજ, સૂર્યવંશના આભૂષણ સમા આપ અને પધાર્યા છે... મહારાજા ભીમ તે પિતાને ધન્ય માની રહ્યા છે. પરંતુ અમારું એ વિસ્મય શમતું નથી. આ૫ માત્ર બે રક્ષાને સેવકો સાથે આકસ્મિક અત્રે પધાર્યા...કઈ આપત્તિ આવી હોય તેમ આપના વદન પત્ર નથી. લાગતું એટલે કોઈ મહત્વના કાર્ય સાથે આપ પધાર્યા છે એવું અનુમાન કરી શકાય...કારણ, દૂત દ્વારા થઈ શકે એવા કામમાં રાજા પિતે પ્રયત્ન કરતા નથી...તો આપ પ્રસન્ન હૃદયે જણાવો કે આપ સમા મહાન અતિથિનું આતિથ્ય અમે કયા પ્રકારે કરીએ ?' મુજ સામે જોઈને ઋતુપર્ણ રાજાએ મહામંત્રીને કહ્યું: “મંત્રીવર, આપ કોઈ પ્રકારની ચિંતા કરશે નહિ. મહારાજા ભીમની મારા પ્રત્યે કૃપા છે...હું મહારાજાને કેવળ વંદન કરવા જ અહીં આવ્યા. છું. ઋતુ પણ રાજા કુમ્ભ નામના કુબડા સારથિ સાથે અયોધ્યામાં આવી પહોંચ્યા છે, એ સમાચાર અંતઃપુરમાં પહોંચી ગયા હતા. આથી દમયંતી મનમાં નવાઈ પામી કારણકે દૂતને જે દિવસનો