________________ 354 નિષધપતિ દમયંતી રાહ જોતી જ બેઠી હતી. કેશિની અને ઇન્દ્રસેન આવી. ગયાં કેશિનીએ દમયંતી સામે રસોઈના નમૂનાવાળું પતરાવળું મૂકતાં કહ્યું, દેવી, કુબ્ધ એ જ નળ છે. આ સૂર્યપાક રસોઈ મુજે મારી સામે જ બનાવી છે. સંસારમાં આજે કોઈ વ્યક્તિ એવી નથી કે સૂર્ય પાક રસોઈ બનાવી શકે. એ સિધિ કેવળ મહારાજા નળમાં જ છે.” દમયંતીએ પતરાવળામાંથી કેટલીક વાનગીઓ ચાખી અને તેના સ્વાદ પરથી તે સમજી ગઈ કે નળ સિવાય આવી રસોઈ કેઈ ન બનાવી શકે. દમયંતીએ પોતાની માતાને આ વાત કરી. પિયગુમજીએ કહ્યું, “પુત્રી, કુબ્ધ એ જ નળ છે એ તારે વિશ્વાસ છે તે હું કુન્જને તારી સમક્ષ બેલાવું છું. મને આશા છે કે તારી તારી પાસે એ અવશ્ય પિતાનું રૂપ પ્રગટ કરશે.” આમ કહીને પ્રિયંગુમંજરી સ્વામી પાસે ગઈ. પત્નીની વાત સાંભળીને ભીમરાજા સંમત થયા અને ભેજનાદિ કાર્યથી નિવૃત્ત થયા પછી પતિની આજ્ઞા લઈને પ્રિયંગુમંજરીએ સુશીલ અને વિનયી કંચુકીઓને મહારાજા ઋતુપર્ણ પાસે મોકલી. ઋતુપર્ણ રાજા અને કુજ ભોજનથી નિવૃત થઈ એક ખંડમાં મુખવાસ લેતા બેઠા હતા અને સામાન્ય વાત કરતા હતા ત્યાં કંચુકીએ આવી ઋતુપર્ણ રાજાને નમન કરી વિનયાવનત ભાવે કહ્યું, “કૃપાનાથ જય થાઓ ! શ્રીમાન નળરાજાના સેવક આ કુન્જને દેવી દમયંતી વાત્સલ્ય ભાવે નિહાળવા ઈચ્છે છે. તે આપ તેઓને મેકલવાની કૃપા કરો.” ઋતુપર્ણરાજાએ કુન્જ સામે જોયું અને કહ્યું, “મિત્ર, તારે જવું જોઈએ.” જી” કહીને મુન્જ ઊભું થયું અને કચુકીઓની પાછળ