________________ ૩૫ર નિષધપતિ. સંકેત આપ્યો હતો તે જ દિવસે અયોધ્યાપતિ અત્રે આવ્યા છે દૂતે આવું નિમંત્રણ ગઈ કાલે જ આપ્યું હોવું જોઈએ. એટલે આ રીતે એક રાતમાં અહી આવવું એ નળ રાજા સિવાય સંસારમાં કે ઈને માટે શક્ય નથી. માત્ર દેવ અને વિદ્યાધરો જ અશ્વની મંત્રવિદ્યા જાણે છે જ્યારે કુબજ એક મનુષ્ય છે એથી એ પિતે જ નળ હોવા જોઈએ. દમયંતીએ આ ભાવના માતા સમક્ષ વ્યક્ત કરી. માતાએ કહ્યું “તારું અનુમાન અને સત્ય લાગે છે. છતાં આપણે કુજના રૂપની ખાતરી કરવી જોઈએ. આ કાર્ય કરવામાં મને તારી સખી કેશિની સુયોગ્ય લાગે છે.” માતાના આ વિચારને દમયંતીએ સત્કાર્યો અને કેવળ સકારણ દાસી બનેલી વિદ્યાધરી કેશિનીને કુજની ખાતરી કરવા રવાના કરી. કેશિની જ્યારે ખંડ બહાર નીકળી ત્યારે તેનું ડાબું નેત્ર ફરકયું તેને ખાતરી થઈ કે અવશ્ય નળની પ્રાપ્તિ થશે. આમ વિચારી ઈન્દ્રસેનને સાથે લઈને જ્યાં કુન્જને ઉતારે હતો તે મહેલ તરફ ગઈ. | ઋતુપર્ણ રાજા અને કુજ મહેલના મધ્યખંડમાં બેઠા હતા. કેશિની ખંડમાં દાખલ થઈ. તેણે પ્રથમ ઋતુ પણ રાજા સમક્ષ ઈન્દ્રસેનને પગે લગાડે, આ જોઈને રાજાએ પ્રશ્ન કર્યો. “આ કયા ભાગ્યવંતને પુત્ર છે ?" મહારાજ, આ બાળક શત્રુઓ માટે પ્રલય કારના અગ્નિ, સમા નળ રાજાને પુત્ર છે.” ત્યાર પછી ઋતુપર્ણ ઈન્દ્રસેનને ગાઢ આલિંગન આપ્યું અને પિતાના દેહ પરને મૂલ્યવાન અલંકાર ઈન્દ્રસેનને પહેરાવ્યા. આ મારા સ્વામી નળને પુત્ર છે. એમ કહી કુત્તે પણ ઈ. સેનને હૈયા સાથે ચાંપી તેના મસ્તકે ચુંબન કર્યું. કેશિની કુજનું બરાબર નિરીક્ષણ કરી રહી હતી. ત્યાં અતિથિ વિભાગને એક મંત્રી ખંડમાં આવ્યું અને મહારાજા ઋતુપર્ણને.