________________ 356 નિષધપતિ નથી. હે નળ, હવે તમે અહીંથી છટકી શકશે નહિ. જે આપના મનમાં હું અકુલીન, અપ્રિય અને રૂપ વગરની અનાકર્ષક હેઉં તો પણ આપે મારો એક દાસી તરીકે સ્વીકાર કરવો જોઈએ. હે નાથ, મારા પર કૃપા કરી આપ હદયમાં વસેલી કઠિનતાને ત્યાગ કરી આપનું મૂળ સ્વરૂપે પ્રગટ કરશે તે નબાપા ગણતાં આપનાં બાળક ગર્વપૂર્વક પિતાનું મસ્તક ઊંચું રાખવા ભાગ્યશાળી બની શકશે ! હે રાજન, હું આપને નમન કરું છું. સ્વામી, આપ પ્રસન્ન થાવ અને દુઃખમાં ડૂબેલી એવી આપની અર્ધા ગનાનું રક્ષણ કરશે.” હે દેવી, આપને આ ઉન્માદ કયા પ્રકારનો છે તે મારાથી સમજાતું નથી. હું કોણ છું તેને આપ વિચાર કરે. પિતાને એક સેવક પ્રત્યે આ પ્રમાણે કહેવું તે આપના માટે ઉચિત નથી. દ્રષ્ટિને દઝાડે એવું મારું કદરૂપ કયાં અને કામદેવને લજવે એવા નળ રાજા ક્યાં ? હે વિદભી, હું તે આપનો સેવક છું. બેટી માન્યતાને મનમાં સ્થાન આપે નહિ.” “હે કુજ, તું જે ખરેખર કુજ છે અને વાસ્તવિક નળ નથી તે તને સૂર્ય પાક રસોઈ ક્યાંથી આવડે ? હે રાજન, મારી આંખ સામે આપનું ગમે તે રૂ૫ હેય પણ મારા હૃદયને કોઈ છેતરી શકશે નહિ. આ હદય એક સામાન્ય મોહવશ નારીનું નથી. પરંતુ પિતાના પતિમાં સદાયે મગ્ન રહેતી એક સતીનું હૃદય છે. હવે આપ મારી પાસેથી કોઈ પણ ઉપાયે છટકી શકશે નહિ. માટે મારા પર કૃપા કરી આપના મૂળ સ્વરૂપને પ્રગટ કરો.” પત્નીની દ્રઢ માન્યતા, શ્રદ્ધા અને સતીત્વના તેજ આગળ ગણ નળ સાગરકિનારે પર્વત માફક અચળ રહ્યો. તે સમજી શક્યો હતો કે દમયંતીના હૈયામાં પિતાના સ્વામી માટે નિષ્કપટ પ્રેમ છે. પરંતુ પિતે કરેલા અપરાધના કારણે તે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરતાં શરમ અનુભવી રહ્યો હતો. તે બોલ્યો, “મહાદેવી, હું સુર્ય પાક સેઈ