________________ મિલન 357 બનાવું છું એથી આપ મને નળ ન માની લેશે. અશ્વવિદ્યા અને સૂર્યપાક રઈ બનાવું છું એથી આપને મારામાં નળની ભ્રાંતિ થઈ છે તે દૂર કરે. મહારાજ નળને હું પ્રિય સેવક હતા. તેથી તેમણે મને સર્વ વિદ્યાઓ શીખવી હતી. વળી, હે આ પૃથ્વીનાં સરસ્વતી, હું આપની સેવા અર્થે જ આવ્યો છું. રાજા ઋતુપર્ણની રજા લઈને હું મારા સ્વામીની પત્ની સેવા કરવામાં ગૌરવ અનુભવીશ.” દમયંતીએ કેશિની વગેરે સખીઓ સામે જોઈને અશ્નપૂર્ણ સ્વરે કુજને કહ્યું, “આપને આપના સ્વજનનું પ્રયોજન નથી તે આપની સાથે માત્ર નિષ્ફળ વિવાદ કરવાને પણ કોઈ અર્થ નથી. મેં તમને શોધી કાઢયા છે ને મારા સન્મુખ બોલાવ્યા છે. છતાં આપ છટકવાને પ્રયત્ન કેમ કરે છે ? ખરેખર, જેનું ભાગ્ય મંદ છે તેના ઘરમાં ચિંતામણિ રત્ન ટકી શકતું નથી ! મારી સામે અસત્ય બોલીને આપે મારા પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો છે. હે રાજન આજ પ્રયત્ન કેવળ હું આપની આશાએ જ જીવી રહી હતી. પરંતુ મને અત્યારે સમજાય છે કે મારે જીવવાનું કેઈ કારણ નથી રહ્યું. આપ નળ નહિ તે મુજ્જ છે, તે મારી હત્યાના પાપનો આપને સ્પર્શ નહિ થાય. હવે હું ચારેય પ્રકારનાં આહારનું પચ્ચખાણ કરીને મારા ભવની વેદનાને અંત લાવીશ.” આમ કરીને દમયંતી ચતુવિધ પચ્ચખાણ ધારવા માટે તૈયાર થઈ. એ જ પળે કેશિનીએ કહ્યું, “દેવી, દુદેવ ખરેખર ધિક્કારને પાત્ર હોય છે. આપનું આ રીતે મૃત્યુ થશે. એ કેઈએ નહિ કહયું હોય. ત્યાર પછી નળ સામે જોઈને વિનયભર્યા સ્વરે કહ્યું, “આપનો કોઈ દોષ નથી. સંસારના પુરુષો નારીને કદી ઓળખી શકયા નથી. પિતાની પ્રિયાને જુગારના દાવમાં મૂકનારા પુરૂષો પાસેથી નારી કઈ આશા રાખી શકે ? તું પોતે જ નળ છે, એમ એક સામાન્ય નારી નથી કહેતી પણ જેનું હૃદય તપ અને ભક્તિથી વિશુદ્ધ બનેલું છે એવી એક મહાસતી કહે છે. પણ શું થાય ?