Book Title: Nishadh Pati
Author(s): Mohanlal Chunilal Dhami
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 367
________________ 358 નિષધપતિ તારા હૃદયમાં દયા, પ્રેમ કે માનવતાને કોઈ અંશ રહ્યો હોય તે તારા મૂળ સ્વરૂપે પ્રગટ થા.” કેશિનીના આ શબ્દો સાંભળીને કુન્જરૂપી નળ ધ્રુજી ઊ. હૈયામાં અભિમાનની એક ચિનગારી જાગૃત થઈ. પિત નળ હેય એ ઢબે તે બેલ્યો, ‘દમયંતી, ફરી વાર બીજા સ્વામીને સ્વીકારશે એવી વાત દેશદેશાંતરમાં ફેલાઈ ગઈ હતી અને રાજા ઋતુપર્ણ કુતુહલને વશ થઈ અહીં આવી પહોંચ્યા છે.” વચ્ચે જ કેશિની બોલી, “રાજન, અભિમાનની ચિનગારી સ્ત્રી અને પ્રેમને જ બાળે છે. આ તો આપને અહીં ખેંચી લાવવાની એક રમત હતી. આ વાતની ખબર ખુદ મહારાજા ભીમને પણ નથી. અને આ નગરીમાં નથી કેઈ ઉત્સવ કે નથી કેઈ સ્વયંવરની તૌયારી. પણ તમે આ કશું ન જોઈ શકે તે સ્વાભાવિક છે. પુરુષ અભિમાનને મુગટ ધારણ કરે છે ત્યારે તેની દ્રષ્ટિ ઈષના અંજન વડે અધ બની જતી હોય છે.” દમયંતી રડી રહી હતી. નળ પણ ભારે મને વેદના અનુભવી રહ્યો હતો. એ જ વખતે લેપાલ ઈન્ડે આકાશવાણી કરી, “હે નળ, દમયંતી મહાસતી છે. વિશુદ્ધ સુવર્ણ સમાન છે. તું પણ કલિના પ્રભાવથી મુક્ત બની ગમે છે અને કલિ તારી કાયામાંથી નીકળીને ચાલ્યો ગયો છે. તારે તારી પ્રિયાને આવા શબ્દો કહેવા તે તારા માટે શોભારૂપ નથી.' નળે પ્રિયતમા સામે નજર કરી. ત્યાર પછી કહ્યું: “પ્રિયે, મનની વેદના દૂર કરીને પ્રસન્ન થા ! મેં તારું અપમાન કરવાના હેતુથી કશું કહ્યું નથી. હું અચકાતે હતે મારા હાથે થયેલા અપરાધના કારણે. પણ શું કરું? કલિના પ્રભાવથી હુ ભ્રમિત બની ગયો હતે.' દમયંતી હર્ષિત બની ગઈ. નળે એ જ વખતે પિતાના કમરબંધમાં રાખેલો બિલ્વફળના આકારને દાબડો કાઢ. ખોલીને તેમનું વસ્ત્ર પિતાના અંગ પર

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370