________________ મિલન 359 ધારણ કર્યું. વળતી જ પળે નાગરાજ કાર્કેટના પ્રભાવથી નળ પિતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. થોડી જ વારમાં સમગ્ર રાજભવન મુખરિત બની ગયું. આનંદ આનંદ છવાઈ ગયો. મહારાજા ઋતુપર્ણ, મહારાજા ભીમ, નળનાં બાળકે, દમયંતીને ભાઈઓ, મંત્રીઓ ઋઠિઓ, સેનાપતિઓ, વગેરે આવવા માંડયા અને એક મેટે ઉત્સવ સજો . ઋતુપર્ણ રાજાએ તે પિતાની પ્રસન્નતા વ્યક્ત કરવામાં કોઈ મણું ન રાખી. આનંદ મંગલ અને ઉલ્લાસમાં કેટલાક દિવસો વીતી ગયા. એક દિવસે કેશિનીએ દમયંતીને પ્રાર્થના કરી, “મહાદેવી, હું એક નિમિત્તને વશ બનીને એત્રે આવી હતી. મારા સ્વામીના દુખ નિવારણ અથે આપના સ્વામીએ જે દિવ્ય વસ્ત્ર ધારણ કરીને પિતાના રૂપનું પરિવર્તન કર્યું હતું તે મને આપો તે હું મારા સ્વામીનું સંકટ નિવારી શકું.' દમયંતીએ ઘણું ઉલ્લાસ સહિત કેશિનીને બિવફળ જેવા આકારના દાબડામાં દિવ્ય વસ્ત્ર મૂકીને આપ્યું અને કેશિની સહુની વિદાય લઈને આકાશ માર્ગે ચાલી ગઈ. જતા પહેલાં તેણે નળ અને દમયંતીને આશીર્વાદ આપતાં કહ્યું, “આપને સદાયે વિજય થાઓ.” તીવ્ર ગતિએ કેશિની ગેડી જ પળમાં વૈતાઢય પર્વત પર પહોંચી ગઈ. તેણે સૌથી પ્રથમ પોતાના સ્વામીને આ દિવ્ય વસ્ત્ર વડે વિષમુક્ત કર્યો. મહાબળ કુમાર ચંદ્ર જે તેજસ્વી બની ગયે. નિષધ પતિ નળ રાજા પ્રગટ થયા છે. એ સમાચાર જાણીને તેને મિત્ર ઋતશીલ મંત્રી નિષધા નગરીથી આવી પહોંચ્યો અને નળને મનેભાવ જાણીને ગ્ય દિવસે ભીમરાજને સહકારથી નળે દિગ્વિજય કરવા ચતુરંગી સેના સહિત વિશ્વપ્રસ્થાન કર્યું.