________________ ઉપસંહાર નિષધપતિ નળ દિગ્વિજય કરતો કરતો પિતાના પ્રદેશ નજીક આવી પહોંચે. જનતા આનંદમગ્ન બની ગઈ. સહુએ નળને. આદરભાવથી સત્કાર કર્યો. નળે પિતાની વારિવાહિનીને પડાવ ગંગાના કિનારે રાખ્યો. નળને દૂત નિષધાની રાજસભામાં પહોંચ્યો અને નળને નાને. ભાઈ, જે નિષધાનું રાજ્ય ભોગવી રહ્યો હતો તેની સમક્ષ વાત કરી. બે ભાઈઓ વચ્ચે રક્તપાત ન થાય તે ગણતરીથી ફરી વાર . ઘુતક્ર દ્વારા ભાગ્ય નિર્ણય કરવાની યોજના ઘડાઈ અને ફરી વાર બને ભાઈઓ જુગાર રમવા બેઠા...૫ણ નળનું ભાગ્ય પલટાઈ ચૂયું હતું. કલિના પ્રભાવથી નળ મુક્ત થઈ ગયો હતો અને ઘુતક્રીડામાં નળ વિજયી થયા. નિષધ દેશના રાજસિંહાસન પર વિધિવત નળને અભિષેક કરવામાં આવ્યો. સમગ્ર રાષ્ટ્રમાં મહાબળવાન નિષધપતિ નળને જયજયકાર ફેલાઈ ગયો. તે દમયંતી સર્વને સત્કાર ઝીલતી પિતાના આવાસમાં ગઈ તેનાં બાળકે પણ પિતાની જન્મભૂમિની માટીને મસ્તકે ચડાવી ધન્ય બન્યાં. ઘણું વરસો વિદાય થઈ ગયાં. સંસાર સુખ ભોગવીને કેઈને તૃપ્તિ થતી નથી. કારણ કે એ સુખ ચિરસ્થાયી હોતું નથી. યોગ્ય અવસરે નળરાજાએ પોતાના પુત્રને રાજગાદી પર નિષધપતિ તરીકે અભિષેક કર્યો અને પિતાના પિતાની માફક નળે પણ પિતાની પ્રિયતયા સાથે જન્મ, જરા અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાને પુરુષાર્થ સિદ્ધ કરવા સર્વ સુખસંપત્તિને સાપની કાંચળી માફક ત્યાગ કરી શ્રી જિનેશ્વર ભગવંતે પ્રસ્થાપિત કરેલા સર્વ ત્યાગના માર્ગે પ્રયાણ કર્યું. [સમાપ્ત ] * *