________________ મિલન 355 પાછળ દમયંતીના આવાસ તરફ રવાના થયા. દમયંતીના મહેલનાં સોપાન ચડતાં ચડતાં કુબજ રૂપી નળને ભૂતકાળનું સ્મરણ થવા માંડયું..લગ્ન પછી પોતે આ મહેલમાં જ પ્રિયા સાથે થોડો સમય રહ્યો હતો. અલંકાર ને ઉત્તમ વસ્ત્ર વગરની દમયંતી એક ખંડમાં રત્ન જડિત સિંહાસન પર બેઠી હતી. બે ચામરધારિણીઓ ચામર વીંઝી, રહી હતી. એ જ વખતે કંચુકીઓએ કુજને ખંડમાં મોકલ્યા. નળ પિતાની પ્રિયાને જોઈને અંતરમાં છલકતા પ્રેમભાવને રહી...બે પળ પછી તેણે સિંહાસન પરથી નીચે ઊતરીને એક આસન પર કુને બેસવાની વિનતી કરી. મુજે કહ્યું, “હે દેવી, મારે આ રીતે સત્કાર કરવાની જરૂર નથી. આપ બેસે. હું બેસી જાઉં છું કહી નળ એક સામાન્ય આસન પર બેસતાં બોલ્યો, “દેવી, આપ કુશળ છો ને? આજ મારા માટે ધન્ય દિવસ છે કે આપનાં દર્શન થયાં આ૫ મારા સ્વામી નળરાજાનાં પ્રાણુપ્રિયા છે. મહાત્મા નળ જેવાને પણ ભારે દુખદ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. તે સામાન્ય માનવી, દેવ પ્રત્યે પરાક્રમ માંથી કરી શકે ? હે વૈદર્ભ, આપ જીવિત છે. એટલે મારા સ્વામી નળ પણ જીવિત જ હશે. મહાદેવી, આપ તે માનવીની કલ્પનામાં ય ન આવે એવાં મહાન છે....પાર ન પામી શકાય એવા સંકટ રૂપી સાગરને આપ તરી ગયાં છો એવો સઘળો વૃત્તાંત મેં સાંભળેલું છે.” તીરછી નજર કુજને નિહાળી રહેલી દમયંતીએ મક્કમ સ્વરે કહ્યું, “આપને આ પ્રેમ ભાવ મારા પ્રત્યે હેઈને હું માનું છું કે મારું ભાગ્ય હજી છે. આપ કુબડાના રૂપમાં હોવા છતાં આપ નરપતિ નળ છે એ હું સમજી શકી છું અને તેથી જ હું આપને અહીં સુધી ખેંચી લાવી છું. અત્યારે હું કઈ વન પ્રદેશ વચ્ચે નિદ્રાધીન