________________ ૩પ૩ મિલન વંદન કરીને બોલ્યો. " બધી સામગ્રી પાઠશાળામાં મુકાવી છે. આપની સાથે પાકશાસ્ત્રી હશે એમ માની મેં પાકશાસ્ત્રીને કહ્યું નથી. પરંતુ જે પાકશાસ્ત્રી ન હોય તે એની વ્યવસ્થા કરું. મહારાજ ઉત્તર આપે તે પહેલાં જ કુજે ઉત્તર આપે. પાકશાસ્ત્રીની જરૂર નથી એની ચિંતા કરશે નહિ કેશિની આસ્તેથી ઈન્દ્રસેનને લઈને ખંડ બહાર નીકળી ગઈ. બહાર આવીને તેણે રસોઈ ગ્રહ માટે કાયેલા સેવકોને કહ્યું, “રસોઈગૃહમાં તમે જળ, અગ્નિ કે ઈંધણ ન મૂકશે.” એ જ વખતે રસોઈ ગૃહમાં જવા કુજ પણે બહાર નીકળ્યો... કેશિનીએ તેને નમન કર્યું. અને મધુર સ્વરે કહ્યું, “મહાનુભાવ હું આપને એક નમ્ર પ્રાર્થના કરવા જ આવી છું.' “શી આજ્ઞા છે?” કુન્જ ઊભું રહી ગયો. કુજના રૂપે રહેલા આપ પોતે જ નળ છે એવી વાત સુદેવે દેવી દમયંતીને કહી હતી. આપ પોતે જ નળ છે એ દેવીને વિશ્વાસ છે અને આપ સૂર્યપાક રસોઈ બનાવી શકે છે તે અમને પણ એને લાભ મળે એવી મારી પ્રાર્થના છે.” કુજ કંઈ બે નહીં પણ આછું હસ્યો અને રસોઈ ગૃહમાં ગયો. તેણે વરુણની સહાયથી જળ મગાવી લીધું. “ઉત્તમ જળ” અને સૂર્યનાં કિરણે વડે રાઈ શરૂ કરી. ડી જ વારમાં રસાઈ થઈ ગઈ એટલે કેશિનીએ ઈન્દ્રસેનને કહ્યું, “ઈન્દ્રસેન, તારા પિતા સિવાય કોઈ પણ વ્યકિતએ પૂર્વે આવી રસોઈ કરી નથી. માટે તું શેડીક ચાખી લે.” કુબજ તરત બે પતરાવળામાં વિવિધ વાનગીઓ પીરસી. ઈન્દ્રસેને રસોઈ ચાખી અને કેશિનીએ પણ ચાખી. દિવ્ય રસવતી સામગ્રી હતી એક પતરાવળામાં ગોઠવેલી સામગ્રી લઈને કેશિની વિદાય થઈ. 23 .