________________ 350 નિષધપતિ આપવાનું યોગ્ય ન માન્યું. ઋતુપણું રાજાએ કુજ પાસે અશ્વવિદ્યાની માગણી કરી. પરસ્પર વચનબદ્ધ થઈને પ્રવાસ પુનઃ શરૂ કર્યો. અને ધારેલા સમયે રથ કુંઠિનપુર નગરીના પાદરમાં પહોંચી ગયો. પ્રાતઃકાળને પ્રકાશ પથરાઈ ગયા હતા. પૂર્વ ગગનમાં ઉષારાણીનું મધુર હાસ્ય ખીલી ઊયું હતું. પરંતુ સ્વયંવર મહોત્સવનું કઈ લક્ષણ ન જોઈને ઋતુપર્ણ રાજા ભારે ચિંતિત બની ગયે અને નળના હૈયામાં હર્ષ પ્રગટ. સ્વયંવર નિમિતે આવેલા કેઈ રાજાને પડાવ નહોતે. નગરીમાં આનંદને વનિ નહે. સ્વયંવર માટે થવા જોઈતા મંગલ વાઘોના સ્વર ન હતા, કુંઠિનપુર સુંદર હતું. પણ ઉત્સવવિહેણું લાગતું હતું.” ઋતુ પણ રાજાએ કહ્યું, “મિત્ર, અહીં સ્વયંવર મહેસવ થવાનું કઈ લક્ષણ દેખાતું નથી. ખરેખર, કોઈ પ્રપંચી તનાં વચનાથી આપણે ડગયા છીએ. અથવા તે આ કયા પ્રકારને પરિહાસ છે તે સમજાતું નથી. હવે આ સ્થળે આપણે શું કરવું ? બની શકે એવી આ ઘટના સરજાઈ છે. આ અંગે કોઈ નાગરિકને પૂછતાં શરમ આવે છે હવે તો બીજું કંઈ થઈ શકે એમ નથી. આપણે સીધા રાજભવન તરફ જઈએ..તને કેમ લાગે છે?” આપની વાત સાચી લાગે છે.” એમ કહી કલિથી મુક્ત બનેલા નળરાજાએ પૂર્વના રણ દ્વારમાંથી નગરીમાં પ્રવેશ કર્યો અને રાજભવનના મુખ્ય દ્વાર પાસે રથ ઊભો રાખીને ત્યાં ઊભેલા રક્ષકોને કહ્યું, મહારાજાને સંદેશો પાઠવો કે સામર્થ્યવંત કૌશલ દેશના મહારાજા ઋતુપણું આવી પહોંચ્યા છે.”