________________ 348 નિષધપતિ “તો એ કૌતુક દર્શાવવાની કૃપા કરીને...” “નહિ મિત્ર, અત્યારે નકામો સમય બગાડ ઊંચિત નથી.” “ના મહારાજ, મારી જિજ્ઞાસાને તૃત કરો. હજી આપણે ઘણું વહેલા છીએ.. હું આપને ખાતરી આપું છું કે આપણે સૂર્યોદય પહેલાં કુડિનપુરમાં જઈશું.' કહી નળે રથ ઉભો રાખ્યો. ચાંદની ખીલી હતી. રથમાંથી નળ નીચે ઊતરી ગયે. રાજા ઋતુપર્ણ માર્ગને કિનારા પર થોડે દૂર ઊભેલા એક બહેડાના વૃક્ષ તરફ જઈને કહ્યું: મિત્ર, સામે બહેડાનું વૃક્ષ છે. એ વૃક્ષના ફળની સંખ્યા એકસઠ હજારની છે.” કુન્જરૂપી મળે બહેડાના વૃક્ષ પાસે જઈ તેના પર આઠ-દસ વાર પાદર પ્રહાર કર્યો. ફળ નીચે ખરી પડયાં પરંતુ એક બીજે ચમત્કાર સજો. તે બહેડાના વૃક્ષના થડમાંથી એક ભયંકર આકૃતિ વાળો દુધથી ભરેલું અને મુશ્કેલીથી નિહાળી શકાય તે એક પુરુષ નીકળે. અને ધીરે ધીરે તેની આકૃતિ સંકેચ પામવા માંડી. નળ ચકિત નયને આ વિચિત્ર ઘટના સામે જોઈ રહ્યો. ભયંકર આકૃતિવાળો પુરુષ સંકોચાઈને કણી પ્રમાણ બની ગયે. આ જોઈને નળે કોંધપૂર્વક પ્રશ્ન કર્યો, “તું કોણ છે?” તરત પેલા પુરુષે મસ્તક નમાવી ગદ્ગદ્ સ્વરે કહ્યું, “હે રાજન હું એક દીન છું...દયાળુ, મારા પર ક્રોધ ન કરશો. હે પવિત્ર કીર્તિ વાળા, આપ મને શાંત ભાવે નિહાળો. જેણે તમારું રાજ્ય ઝૂંટવી લીધું છે. જેણે જુગાર રમવાની આપનામાં કુબુદ્ધિ ઊભી કરી હતી, જે આપની પ્રિયા દમયંતીના ત્યાગમાં કારણભૂત બનેલ છે અને તમને આવા સંકટમાં જેણે ધકેલે છે તે એક દુષ્ટ, દુરાચાર અને ભયંકર સ્વભાવને કલિયુગ છું. સમસ્ત દેવની સમક્ષ મેં આપના વધની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ લાંબા સમય સુધી આપના દેહમાં રહીને પણ હું આપને વધ કરી શક્યો નથી...આપના દૌર્યને પણ