________________ 346 નિષધપતિ આપે અને કહ્યું, મિત્ર, હું તારી જ રાહ જોતા હતા. મારા એક મગ્ન બનેલા મને રથને તું પૂરા કરી દે. આવતી કાલે સવાર સુધીમાં આપણે કુંઠિનપુર કેવી રીતે પહોંચી શકીએ? મિત્ર, મારી ઈચ્છા છે કે કઈ પણ ઉપાયે આવતી કાલે સવારે આપણે એક રથ દ્વારા પણ ત્યાં પહોંચી જવું. આ૫ણી સેના ભલે પાછળથી આવે. શું મારે મિત્ર નળ પ્રગટ નહિ થાય? આવો પ્રશ્ન મારા હૃદયને અસ્થિર બનાવી રહ્યો છે...કુંડિનપુર જવાની મારી ભાવના દમયંતીને પ્રાપ્ત કરવાની નહિ પણ કૌતુકના નિવારણની છે. " “મહારાજ, આપ નિશ્ચિંત રહે. આવતી કાલે સૂર્યોદય પહેલાં આપને કુંઠિનપુર પહોંચાડવાની મારામાં શક્તિ છે. મને વિશ્વાસ છે કે નળ મૃત્યુ પામ્યો હશે તે પણ ફરીથી જીવતે થશે. પણ પિતાની પ્રિયાને અન્યને હાથમાં નહિ જવા દે.. આપ તૈયાર થાઓ... પણ થોડી જ વારમાં તૈયાર થઈને આવું છું.' | ઋતુપર્ણ રાજાએ કુજને આભાર માન્યો. ભોજનાદિથી નિવૃત્ત થઈને બને તૈયાર થઈ ગયા. નળરાજાએ પિતાના નાગલેકમાં ગયેલા કાકાએ ભેટ આપેલાં શાપ નિવારણ વસ્ત્રોને રત્નમય દાબડ સાથે લીધું. એ સિવાય પિતાનાં શસ્ત્રો પણ લીધાં. ઋતુ પણ રાજાએ પણ જરૂરની સઘળી સામગ્રી લઈ લીધી. એક ઉત્તમ રથ તૈયાર થઈને આવી ગયો. કુજરૂપી નળે રથનું નિરીક્ષણ કરીને સારથિની જગ્યા સંભાળી લીધી. રાજા ઋતુપર્ણ, બે રક્ષા અને બે સેવકે રથમાં બેસી ગયા. નળે રથને ગતિમાન કર્યું. રથમાં જોડેલા અશ્વો સામાન્ય હતા. રથ નગરી બહાર નીકળે ત્યારે સાંજ પડવા આવી હતી. લગભગ બેએક કોસ દૂર જતાં જ રાત્રિને પ્રારંભ થઈ ગયો. રાજા ઋતુપર્ણ અને કુજ વાત કરતા કરતા પંથ કાપવા માંડયા.