________________ કલિનો પરાજય ! ચલિત કરી શકે નથી ખરેખર, દુજના કોઈપણ ઉપાયે સજજનેનું દૌય હણ શકતા નથી. સાગરમાં નિરંતર અગ્નિ બિછાવનારે વઢવાનળ રહેવા છતાં તે સાગરને કશું કરી શકતો નથી. રાજભ્રષ્ટ થયેલા હેવા છતાં આપે કોઈ સ્થળે દીનતા દર્શાવી નથી. ધર્મને ત્યાગ કર્યો નથી. દાન, સંતોષ, સહનશીલતા, સત્ય, વગેરે ગુણોથી આપ જરાય ચલિત થયા નથી. નિત્ય કર્મમાં આપે કદી ખલના કરી નથી ગમે તેવાં દુઃખ સામે પણ આપે આપના ગૌરવનો ત્યાગ કર્યો નથી. ખરેખર, સૂર્ય કદાપિ કેઈને બાળ નથી, સમુદ્ર મયદાને લેપ કરતો નથી, શક્તિશાળી પુરુષો ખરેખર સહનશીલ જ હોય છે, આપના દેહમાં રહેવા છતાં હું કશું કરી શક્યો નથી...મહાસતી દમયંતીના શાપથી હું અત્યારે બળી રહ્યો છું...જીવતો હોવા છતાં સાવ મરેલો બની ગયો છું. હે કૃપાનાથ, મારા અયોગ્ય વર્તન માટે મને ક્ષમા કરો...હે વીરસેન રાજાના કુળમાં શ્રેષ્ઠ એવા નળરાજા, આપનું ચરિત્ર ન કળી શકાય એવું છે. પ્રતિજ્ઞા ભંગવાળો શું હવે સ્વર્ગમાં રહેલા દેવ સમક્ષ રહી શકું તેમ નથી. એથી આ બહેડાનું વૃક્ષ જ મારા માટે આશ્રયસ્થાન રૂપ છે. હે સજજન, જે કેઈમા, બહેડાના વૃક્ષની છાયામાં વિસામો લેશે તેનું કલ્યાણ હું હરી લઈશ.” પણ જે કોઈ આપનું નામ યાદ કરશે તેને હું જતો કરીશ.” કલિ અદ્રશ્ય થઈ ગયા. નળ શાંત ભાવે ઊભે રહ્યો. નળને અનુભવ થયો કે પોતાની કાયા હળવી ફૂલ જેવી બની ગઈ છે. તેણે કશું નથી બન્યું તેવા ભાવે બહેડાનાં ફળો બરાબર હેવાનું નકકી કરી લીધું. ત્યાર પછી તે રથમાં પિતાની જગ્યાએ બેઠે. ઋતુ પણ રાજાએ કહ્યું, “કેમ, મારી ગણતરી બરાબર છે ને ?" “હા મહારાજ, મને વિવિધ વિદ્યા પ્રાપ્ત કરવાનો શોખ છે... આપ મને આ વિદ્યા આપવાની કૃપા કરે. નળે પિતાને પરિચય