________________ કલિનો પરાજય ! 34 લગભગ પાંચેક કેસ ગયા પછી તુપણે કહ્યું, “મિત્ર, રથની ગતિ આવી રહેશે તે આપણે આઠ દિવસે ય નહિ પહોંચી શકીએ.... આપણે બસો જોજન દૂર જવું છે.' મહારાજ, હું અશ્વ વિદ્યાને જાણકાર છું...આપ નિશ્ચંત રહો આપણે યથાસમયે અવશ્ય કુંઠિનપુર પહોંચી જઈશું.” નળે વિનમ સ્વરે કહ્યું. પછી તે નળ પિતાને પ્રાપ્ત થયેલી અવવિદ્યાના મંત્રને પ્રયાગ કર્યો અને તીરમાંથી છૂટેલા બાણ સમી અથવા ચપળ મન જેવી ગતિએ રથ જાણે આકાશમાં ઊડતો હોય તેવો ભાસ સહુને થવા માંડયો. ઋતુપર્ણ રાજાના મનમાં થયું, આ સારથિ પૂર્વે કદી જોયે નથી કે સાંભળ્યું પણ નથી. રથની ગતિ અપૂર્વ હતી..રથનાં બને ચકો જાણે ધરતીથી અદ્ધરાજ ચાલતાં હતાં તીવ્ર વેગના કારણે હવાના હિલેાળા બરછી જેવા જણાતા હતા. પરંતુ નળ સ્વસ્થ મને સારશ્ય કરી રહ્યો હતે. મધરાત થઈ ત્યારે પવનના હિલોળાના કારણે ઋતુપર્ણ રાજના મસ્તક પર બાંધેલી પાવ એકાએક ઊડી ગઈ... પ્રથમ ઋતુપર્ણ રાજાએ પિતાની બેઠકની આસપાસ હાથ ફેરવીને જોયું...પણ પાઘ તો ઊડીને ધરતી પર પડી ગઈ હતી. તેમણે કુજ તરફ જોઈને કહ્યું : “મિત્ર, હવાને કારણે મારી પાઘ ઊડીને નીચે પડી ગઈ છે...તે જરા રથ. ઊભે રાખો તો ઉત્તમ.' આછા હાસ્ય સહિત કુજરૂપી નળે કહ્યું : “મહારાજ આપની પાઘ નજીક નહિ હોય. કારણ કે આપણે વીસ કેસ દૂર નીકળી ગયા છીએ...હવે તો થોડી જ વારમાં વિદર્ભ દેશને સીમાડે આવશે.” ઋતુપર્ણ રાજાએ આશ્ચર્ય અનુભવ્યું અને ત્યાર પછી આછા હાસ્ય સહિત કહ્યું, “આપણે પાછા વળીશું ત્યારે હું તને એક કૌતુક બતાવીશ. હું દરેક પદાર્થની ગણતરી કરી શકું છું.'