________________ 344 નિષધપતિ . સ્વયંવર નિમિત્તે આપશ્રીમાનને હાર્દિક નિમંત્રણ પાઠવે છે. કૃપાનાથ આપ આજ ને આજ કુંઠિનપુર પધારવાની તૈયારી કરે. કારણ કે આવતી કાલે સવારે જ રાજકન્યા દમયંતીને સ્વયંવર થવાનું છે. આપને નિમંત્રણ આપવા આ તરફ નીકળ્યાને મને ઘણું દિવસો થઈ ગયા છે. પરંતુ કમનસીબે હું માર્ગમાં જવરગ્રસ્ત બની ગયા હતા. એટલે ધાર્યા દિવસે અહીં પહોંચી શકે નથી. મારા આ વિલંબના કારણે આપ મને ક્ષમા કરજો. આપ શ્રીમાન આશ્ચર્ય ન પામશે કે દેવતાઓ અને દિપાલને છોડીને એકવાર નળરાજાને વરી ચૂકેલી દમયંતી આમ શા માટે કરે છે ? પરંતુ મહારાજ નળરાજાની ઘણી તપાસ કરવા છતાં તેઓ મળ્યા નથી અને એમ નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ જીવિત નહિ જ હોય. એટલે મહારાજા ભીમના કહેવાથી નવયૌવના દમયંતી ફરી વાર સ્વામીનું વરણ કરે તે શું ઉચિત નથી ? પૂર્વના પતિનું મૃત્યુ થાય તો શું એક નવયૌવના રાજકન્યાનું જીવતર નિષ્ફળ જાય ? પિતાની પ્રિય કન્યાના સુખ ખાતર જ ભીમરાજાએ આ નિર્ણય કર્યો છે.” આટલું કહી નમન કરીને દૂત પિતાના સ્થાને બેસી ગયો દૂતને મોઢેથી આ વાત સાંભળીને માત્ર ઋતુપર્ણ રાજા જ નહિ, સમગ્ર સભામાં ભારે આશ્ચર્ય છવાઈ ગયું. અને કુજના વેશમાં બેઠેલે નળ રાજા શ્વાસ રૂંધાવાના કારણે જડ સમાન બની ગયે. ત્વરાથી કુંઠિનપુર પહોંચવું જોઈએ, એવી ભાવનાવાળા ઋતુપર્ણ રાજાએ વિદર્ભને દૂતને ઈનામ, પિષાક, વગેરે આપીને રાજસભાનું વિસર્જન કર્યું. જેનું ચિત્ત ભારે ગમગીન બની ગયું હતું તે કુન્જ પણ આસન પરથી ઊભો થયે એ દૂત પાસે જઈને ભગ્ન સ્વરે બોલ્યો, શું આપે જે કંઈ કહ્યું તે સત્ય છે ?' દૂતે ગંભીર સ્વરે ઉત્તર આપે, “હા મહાશય, રાજકુમારી