________________ 342 નિષધપતિ કારણ વગર કુબડાપણું શા માટે પ્રાપ્ત થાય ? ઘેર વનમાં મધરાતે તને છોડીને ચાલ્યો ગયેલે નળ ગુણવાન કેમ માની શકાય? મને તે એમ લાગે છે કે નળરાજા અને કુબજ બને જુદા જ છે. સંભવ છે કે આ મુજે નળની પરિચર્યા કરી હોય અને નળે સઘળી વાત કહી હોય અથવા પિતાની વિદ્યા પણ આપી હેય... વિશ્વાસપાત્ર સેવકને શું એના માલિક જે ઈચ્છે તે નથી આપતા ? અને રાજાના સેવકે શું દાનવીર અથવા પરાક્રમી નથી હોતા? એટલે આપણે તે કુબજ પિતે જ નળરાજા છે એમ માની લઈએ તે બરાબર નથી. અને પિતાના સ્વાર્થની રક્ષા ખાતર માનવીએ પિતાની મહત્તાને ત્યાગ ન કરવો જોઈએ, બેટી, તું યે રાખ...અહી સુખપૂર્વક રહે. આપણે લેકનિંદાના નિમિત્ત શા માટે બનવું જોઈએ. નળ જીવિત હશે તે અવશ્ય અહીં આવશે જ આવશે... આ રાજ્યને તું પરાયું માનીશ નહિ. તું અમારી પ્રિય કન્યા છે. પિતાનાં સંતાનોના અહિતની વાત માબાપના હવે હેતી નથી.” ભલે.” દમયંતી વધુ કંઈ ન બેલી. સુદેવ અને શાંડિલ્ય નમન કરીને વિદાય થયા. રાત્રિકાળે દમયંતી તેની માતા પાસે શયનગૃહમાં ગઈ ત્યારે તે માતાના ખોળામાં મસ્તક મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેનું ચિત્ત ભારે ચિંતિત બન્યું હતું. તેને એવા જ વિચાર આવતા હતા કે વિનિતા (અયોધ્યા) નગરીમાં તેઓ છે, છતાં ઓળખાતા નથી ..વિધિની આ કેવી વિચિત્રતા? માતા પ્રિયંગુજરીએ પુત્રીને ખૂબ જ દૌર્ય આપ્યું અને વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું, “દીકરી, તું સ્વભાવથી ધીરગંભીર છે તારાં આંસુ અને તારી મનોવેદના જોઈને મારું હૈયું ચિરાઈ જાય છે. કુન્જની હકીકત જાણતા છતાં તારા પિતાએ જે કંઈ કહ્યું છે તે વ્યવહાર દ્રષ્ટિએ ઉચિત છે. સામાન્ય માનવી પણ સંશયવાળા