________________ 33. કલિને પરાજય ! કાર્યને સ્વીકાર ન કરી શકે, તો ડાહ્યા અને મોટા માણસે એને સ્વીકાર કેવી રીતે કરી શકે ? તારા પિતાની વાત સાચી છે. છતાં તારા હિત પછી એક બીજો વિચાર કર્યો છે...” પુત્રી દમયંતીએ સજળ નયને મા સામે જોયું. માતાએ કહ્યું, દમયંતી ! કુજ પિતે જ સાચો નળ હશે તે ચાલાક અને ચતુર દૂત તેની ખાતરી કરતો આવશે. અસત્ય, પ્રપંચ અને છળમાં નિષ્ણાત એવો આપણે દૂત ઋતુ પણ રાજાની રાજ સભા માં જણાવશે “રાજકુમારી દમયંતીને ફરીથી સ્વયંવર મહેસવ યોજવામાં આવશે.' દૂતનું આવું કથન સાંભળીને કુજ ખરેખર નળ હશે તે તરત અહીં દડો આવશે. પિતાની પત્નીને દુઃખી જેઈને પારેવાંઓ પણ આકાશમાંથી ઊડીને દોડી આવે છે. પારે એકેન્દ્રિય હોવા છતાં પણ નારીને જતી જોઈને તેની પાછળ પડે છે. એટલે કુજ નળ હશે તે અશ્વવિદ્યાના બને તે તરત અહીં આવી પહોંચશે.” માતાની આ યુક્તિને દમયંતીએ સ્વીકાર કર્યો. પોતે પોતાના પતિને મેળવવા ખાતર પ્રપંચમાં સહાયક થઈ રહી છે એમ સમજતાં તે જરા શરમાઈ ગઈ. બે દિવસ પછી મહારાજા ભીમને જાણ કર્યા વગર દૂત કાર્યમાં ચતુર ગણતા દૂતને વિનિતા તરફ રવાના કરી દીધો. મહારાણીએ તેને દરેક વાતથી સમજાવ્યો હતો. ચતુર દૂત ઝડપી પ્રવાસ કરીને વિનિતા પહોંચી ગયો અને તે વિદર્ભના દૂત તરીકે ગયેલ હોવાથી રાજ તરફથી તેનું સ્વાગત પણ થયું. એક દિવસ આરામ કરીને બીજે દિવસે તે રાજસભામાં ગયો. અને રાજસભાના પ્રારંભિક કાર્ય પછી તે ઊભો થયો. રાજા ઋતુપર્ણને નમસ્કાર કરીને બોલ્યો : સ્વામિન, ખૂબ જ હર્ષ અને આનંદમય બનેલા વિદર્ભનાથ મહારાજા ભીમરાજા પોતાની એકની એક સુપુત્રી રાજકન્યા દમયંતીના