________________ ગુપ્તચરનો આનંદ 341 વિદેશમાં રહેતા મારા માટે તે જ સ્થાન છે. નિષધા નગરી સિવાય અને અન્ય કેઈ સ્થળે સુખ પ્રાપ્ત થતું નથી. આપણે ફરી મળીએ તેવી રીતે તમે જાઓ. વાટ વસમી છે છતાં હું તમારા બંનેનું કલ્યાણ ઈચ્છું છું. દેશમાં પહોંચ્યા પછી આપ અહીં બનેલા વૃત્તાંત અવશ્ય યાદ રાખજે.' ત્યાર પછી બને ગુપ્તચરે કુન્જને આશીર્વાદ આપીને ઉત્તમ અશ્વોવાળા રથમાં બેસીને વિદાય થયા. તેમના હૃદયમાં પિતાના પુરુષાર્થને ભારે હર્ષ હતે. પરવાનામાં બેસીને વિકાસ કુજને આn. પ્રકરણ 36 મું : કલિને પરાજય ! કદેવ અને શાંડિત્યનાં હૈયાં હર્ષભરપૂર હતાં. નગર, પર્વત, વન, નદી, વગેરે વટાવીને તેઓ ડિનપુર આવી પહોંચ્યા. બન્નેએ મહારાજા, મહાદેવી અને દમયંતીને સઘળી વાત કરી. આ વૃત્તાંત સાંભળીને ભીમરાજાએ કહ્યું, “સુદેવ, એ કુન્જ પિતે જ નળ હશે એવું માની શકાય નહિ. કારણ કે નળ તે અતિ સુંદર છે.' આશ્ચર્યથી ચકિત બનેલી દમયંતીએ કહ્યું, “વિપ્રવર, આપે જે કુન્જનું વર્ણન કર્યું તે કઈ કુન્જ નિષધા નગરીમાં હતો જ નહિ. તેમ, તેઓને કોઈ પરિચિત કુજ પણ નહોતો, વળી, આ વિશ્વમાં મહારાજા નળ સિવાય કોઈ પણ માનવી સૂર્યપાક રસોઈ જાણત નથી. દારિદ્રયને દૂર કરવાનું દાન, પદહસ્તીને પરાજિત કરો, અને મારા પ્રત્યેની અત્યંત પ્રીતિ દર્શાવવી એ પરિચય વગર કેમ બની શકે ? દમયંતી સામે જોઈને ભીમરાજાએ કહ્યું, “બેટી, તો શું તું એમ માને છે કે પવિત્ર કીતિવાળો નળરાજા અન્યને ત્યાં દાસત્વ સ્વીકારે ?