________________ ગુપ્તચાપને આનંદ 339 શરૂ કરી. એ વાતમાં મેટા ભાગે દેવી દમયંતીના ત્યાગની અને દેવી દમયંતીને પડેલાં દુઃખની હકીકત હતી. ત્યાર પછી ચિત્રપટ ખોલ્યું...એમાં કેટલાંક ચિત્રો અંકિત કરવામાં આવ્યાં હતાં. નિષધા નગરીમાં માંડેલે જુગારને પક, સર્વસ્વ ગુમાવીને નળનું જવું, દમયંતીનું પાછળ જવું, મધરાતના સમયે દમયંતીને નળ કરેલો ત્યાગ, અજગરના મુખમાં દમયંતીનું જવું, એક ભીલ જુવાન તેને બચાવે છે, ભીલ જુવાનની કામપિપાસા અને તેનું જલી જવું, નાના પર્વત પર દમયંતીની આરાધના, માસીને ત્યાં દાસીરૂપે રહેવું આટલાં ચિત્ર અંકિત કરવામાં આવ્યાં હતાં. સુદેવ અને શાંડિલ્ય એક પછી એક ચિત્રનો વર્ણનાત્મક શૈલીએ પરિચય આપતા હતા. શાંડિલ્ય જ્યારે અજગરના મુખમાં સપડાયેલી દમયંતીને પરિચય આપવા માંડયો ત્યારે કોઈ પ્રેત માફક કુબડાના રૂપમાં બેઠેલે નળ ઊભું થઈ ગયે અને બોલી ઊઠયોઃ “એહ દેવી દમયંતી ! તારા સ્વામી નળના અનુચિત વર્તનના કારણે તું કેવી ભયંકર દશામાં આવી પડી છે? મારા જે નળરાજાને સેવક પાસે જ છે. તું ભયને ત્યાગ કર... શું હું તારું અંગ સ્વરછ કરી દઉં ?" નળના આ શબ્દો ગુઢાઈ વળ્યા હતા. કેઈ સભાજને ન સમજી શક્યા. પરંતુ સુદેવ અને શાંડિલ્ય નળ સામે જોઈ જ રહ્યા. અને જ્યારે શાંડિયે ભીલ જુવાનની કામાસકત દશાના ચિત્રનું વર્ણન કરવા માંડયું...એ જ વખતે કુબડે પુનઃ ઊભો થઈ ગયો અને તેણે પિતાની તલવાર મ્યાનમુક્ત કરી ! આ જોઈને ઋતુપર્ણ રાજાએ તેને પકડી લીધે. સુદેવે કહ્યું: “ભૂતકાળની વાતવાળા આ ચિત્ર પર હે કુજ, તને ક્યા પ્રકારને મોહ જાગે છે?” નળ પિતાના ક્રોધને કાબૂમાં લઈને આસન પર બેસી ગયે પરંતુ શાંડિલ્ય જ્યારે દમયંતીની આરાધનાના ચિત્રનું વર્ણન કરવા માંડયું ત્યારે કુબડારૂપી નળ રાજસભાને ખ્યાલ રાખ્યા વગર રુદન