________________ 338 નિષધપતિ આપ વિચારમગ્ન કેમ બની ગયા ? જેના પ્રત્યે આપના હૈયામાં શ્રદ્ધા છે તેવા નળ અંગે કહેલા અમારા શબ્દોથી આપને દુઃખ તે નથી થયું ને?' નહિ, વિપ્રવરે ! નળે જો આ રીતે પિતાની પ્રિયાને ત્યાગ કર્યો હોય તે તે આથી યે વિશેષ ધિકકારને અધિકારી ગણાય.” તે પછી અમને આજ્ઞા છે ?" આપને ઉતાવળ તે નથી ને? મારી ઈચ્છા છે કે, આપ ભોજન કરીને જ જાઓ.” અમારે હજુ દેવમંદિરે જવું છે. પણ આપની ઈચ્છાનું અમે અપમાન કરી શકતા નથી. અમે ભોજન સમયે અહીં આવી જઈશું.' સારું.” કહી નળે પિતાના સેવકને બોલાવીને આજ્ઞા કરી, “આ બન્ને કવિવર માટે એક રથ તૈયાર કરાવ.... સેવક નમન કરીને વિદાય થયા. સુદેવે કહ્યું, “શ્રીમાન, મહારાજા ઋતુપર્ણની રાજસભામાં.' વચ્ચે જ નળે કહ્યું, “એક સભા અત્યારે ભરાય છે. પરંતુ એ સભામાં મેટે ભાગે રાજના પ્રશ્નોની જ ચર્ચા થતી હોય છે. અને સંધ્યા પછી એક સભા ભરાય છે. તેમાં આવી વિવિધ ચર્ચાઓ થાય છે.” ડી વાર પછી સુદેવ અને શાંડિલ્ય રથમાં બેસીને વિદાય થયા. સાયંકાલ પછી ભરાતી રાજસભામાં અને ગુપ્તચરો ગયા. બનેએ રાજા ઋતુપર્ણને આશીર્વાદ આપ્યા ત્યાર પછી નળનું ચરિત્ર સંભળાવવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ઋતુપણું તો નળને મિત્ર હતો. તેણે પ્રસન્ન હયે બને વિપ્રવરેને નળનું ચરિત્ર સંભળાવવાની વિનંતી કરી. સુદેવ અને શાંડિલ્ય રાજસભા સમક્ષ મધુર વાણી વડે જુગારમાં હારીને ચાલ્યા ગયા પછીની નળ અંગેની સઘળી વાત કહેવી