________________ 366 નિષધપતિ એક ગ લગભગ સવા દેવી દમય તને આંખે વળી દમકુમારની પ્રિય ભગિની દમયંતી લગભગ સવા. વર્ષથી કુંઠિનપુરમાં આવે છે...એક ગાઢ વન પ્રદેશમાં સરોવર તરે દેવી દયંતીને મધરાતે ટાણે મહાત્મા મળે ત્યજી હતી. ત્યાર પછી દેવી દમયંતીએ કેટકેટલી વિપત્તિઓ સહન કરી તે સઘળી વિગત આ ચિત્રપટમાં રેલી છે. માતા-પિતા, બંધુઓ અને પરિવારના અન્ય સભ્યો તરફથી આશ્વાસન મળવા છતાં વિયોગરૂપ જવરથી કૃષ. બલી દમયંતી વારંવાર ત્રણ મલેક બોલતી હોય છે. જે આપને એમાં રસ હોય તો એ ત્રણ ગાથાઓ આપને સંભળાવું.” “મને રસ છે... આપ સંભળાવો.” નળે કહ્યું. સુદેવે શાંડિલ્ય સામે નજર કરી. શાંડિત્યે દમયંતીએ રચેલા ત્રણ કલેક સંભળાવ્યા. ત્યાર પછી કહ્યું, “શ્રીમાન જેમ હિમના સ્પર્શથી કમલિની બળી જાય છે તેમ દમયંતી અતિ કૃષ થઈ ગયેલ છે. તેની કાયાને જવર પીડી રહ્યો છે. પુત્રીના આવા દુઃખને લીધે તેનાં માતાપિતા અને ભાઈઓ તથા સમગ્ર જનતા ભારે દુઃખી બનેલ છે. કોઈ પણ માનવી પતિને અનુસરનારી, સતી સાધી અને કલેશને નિવૃત્ત કરનારી સ્થિતિને કદાચ ત્યાગ કરે, પરંતુ નળ જે રાજવી આવું કરે તેને અમે શું કહીએ ? નળ રાજાએ સ્નેહ, પાપ, શરમ અને કરુણાની જરાયે ખેવના રાખી નહિ. તેણે કેવલપિતાની મહત્તાને જ લક્ષમાં રાખી એ ભારે વિષમ ગણાય. અમે આપને શું કહીએ? અમે નળ અને નીબ વૃક્ષની પણ સરખામણી કરી શકતા નથી કારણ કે લબડે ક હેવા છતાં પરિણામે મધુર નીવડે છે. જ્યારે નળ તે. જડ ને કડવો જ રહ્યો...નળરાજા પોતાની પત્નીને ત્યાગ કરીને ગમે તે સ્થળે રહેતા હોય છતાં તે પોતાના સત્વહીન જીવનથી મૃત્યુ પામેલે જ કહી શકાયદમયંતી આજે પતિના સ્મરણ વડે અને વિરહાગ્નિથી બળતી રહીને મૃત્યુ તરફ જઈ રહી છે. તે વખતે જેનું કયાંય નામનિશાન નથી તે દુષ્ટ હૃદયનો નળ કદાચ જીવતે હેય