________________ ગુતચરનો આનંદ 335 સફળ થવાની કંઈક આશા ચમકી ગઈ અને બને સ્નાન સંધ્યા પતાવીને આ કુબડાની સાથે નગરી તરફ રવાના થયા. સુદેવ અને શાંડિયે જ્યારે આ કુકડાને મહેલ છે, ત્યાંને વૈભવ જે ત્યારે તે બંનેના મનમાં થયું. ખરેખર, રત્ન વિષે પણ મૂકનાર વિધાતા ભારે વિચિત્ર છે! નળરાજાએ બનને ચરપુરુષનું ભાવભર્યું સ્વાગત કર્યું. ત્યાર પછી બનેને પાસે બેસાડીને શિરામણ કરાવ્યું...ત્યાર પછી નળ બનેને પિતાના બેઠક ખંડમાં લઈ ગયો અને તાંબુલાદિ આપ્યા પછી ચતુર નળરાજાએ પ્રથમ તો પ્રવાસ અંગેની કેટલીક વાત કરી. અને ત્યાર પછી વિજ્ય ભર્યા સ્વરે કહ્યું, “આપ બને શ્રેષ્ઠોને જોઈને મારાં નયને સફળ થયાં છે. મારા ચિત્તને પણ આનંદ પ્રાપ્ત થયો છે. હે વિપ્રવરે, નિષધપતિ મહારાજા નળને બીજે દેહ હોઉં તેવા હું દેવયોગે તેમનાથી વિખૂટો પડી ગયેલ કુજ છું. મહારાજા નળ જુગારમાં સર્વસ્વ હારી ગયા એટલે હું તેમની નગરીમાંથી આ તરફ ચાલ્યો આવ્યો છું મહારાજ નળ દમયંતી સાથે નીકળ્યા પછી તેઓ કયાં છે એ વાત જાણવામાં નથી આવી. એટલે હું આપ બન્નેને પૂછું છું કે મહારાજા ભીમ અને તેમના ત્રણેય પુત્રો કુશળ છે ને?' દેવી દમયંતી ત્યાં જ છે ને...?” શાંડિલ્ય કહ્યું, “શ્રીમાન, આ ચિત્રપટમાં આલેખેલું નળરાજાનું ચારિત્ર અમે જાણીએ છીએ.” આપ શું જાણે છે?” સુદેવે હર્ષભર્યા સ્વરે કહ્યું: “આપ દિર્ધાયુ થાઓ! આપના દશનથી અમે ખૂબ જ હર્ષિત થયા છીએ. હે ચતુર પુરુષ, આપના પ્રશ્નનો ઉત્તર હું જણાવું છું મહારાજ ભીમ કુશળ છે અને તેના ત્રણેય પુત્રો પણ વિજયવંત વર્તે છે. વિરહ વેદનાથી અતિ પીડિત બની ગયેલી, અતિ રુદન કરવાના કારણે તેજહીન