________________ ગુપ્તચરેને આનંદ જ ભારે ચિંતાતુર બની ગયેલા હતા. નળ વારંવાર પોતાના જીવિતને ધિકાર અને એક સુપુરુષને શોભે એવું કાર્ય પોતે નથી કર્યું... પત્ની પ્રત્યે પ્રગાઢ પ્રીતિ હોવા છતાં પોતે કાળમીંઢ પથ્થર જેવા. હૈયાનો જ રહ્યો હતો. નળરાજા જ્યારે એકલો પડતો ત્યારે બે આંસુ પણ સારી લે.. નળને એ રીતે રડતે જોઈ કલિ ખૂબ જ હર્ષ પામતે. પાંથશાળામાં એક રાત્રિ વિતાવાને સુદેવ અને શાંત્યિ પ્રાતઃકાર્ય નિમિત્તે નગરીના પાદરમાં આવેલા સરવર તરફ ગયા...આ વખતે જેની કાયા કુબડી છે તે નળ પણ નિત્યક્રમ મુજબ પ્રાત:કાર્ય નિમિત્તે સરોવર તટે આવી ગયો હતો. સ્નાનાદિથી નિવૃત્ત થઈ તેણે ઈષ્ટની આરાધના કરી. ત્યાર પછી તે વેદનાભર્યા સ્વરે બોલે, હે પ્રિયા, તું કયાં છે તે હું કમભાગી આજ સુધી જાણી શક્યો નથી...મને મળેલો વૈભવ પણ અંગારા જેવો થઈ પડયો છે....મારા દુઃખને કઈ આરેવારે નથી... હે ઈન્દ્રસેનની માતા ! મેં તારો સર્વ પ્રકારે ત્યાગ કર્યો છે... પણ મારા હૃદયમાંથી હું તને એક પળ માટે પણ વીસરી શક નથી...હે પ્રિયે, મને દર્શન દે...દર્શન દે...!” નળના આ પ્રકારના કેટલાક શબ્દ સુદેવ અને શાંડિલ્યના કાન પર અથડાઈ ગયા હતા અને તેઓ ભારે હર્ષિત બન્યા હતા... ઈન્દ્રસેનની માતા તે દમયંતી જ છે અને આ માણસ કદરૂપ હોવા છતાં તેને પ્રિયા તરીકે સંબોધે છે. એટલે જરૂર આમાં કંઈક ભેદ હેવો જોઈએ. આમ વિચારી બને ગુપ્તચારો વૃક્ષના ઓથેથી સરો-. વરતટ તરફ અગ્રેસર થયા... અને નળરાજાની દ્રષ્ટિ આ બંને પર પડી. તરત નળે આ બન્નેને પ્રશ્ન કર્યો, “અલ્યા, તમે કેણ છો ? આ સ્થળે શા માટે આવ્યા છો?” મહારાજ, અમે પ્રવાસી છીએ. કંડિનપુરના વતની છીએ.... અને પ્રાત:કાર્ય નિમિત્તે આ તરફ આવ્યા છીએ.”