________________ નિષધપતિ તેમાં ય સુદેવ અને શાંડિલ્ય જેવા પ્રધાન ગુપ્તચરો પણ પાછા આવ્યા નહેતા. મહારાજાને એ બંને પર પૂરો વિશ્વાસ હતો. આ તરફ સુદેવ અને શાંડિલ્યની જોડી ફરતી ફરતી વિનિતા નગરીમાં દાખલ થઈ. બને ગુપ્તચર ચૌદ માસની શોધખોળ પછી થાકી ગયા હતા. પરંતુ નિરાશ નહેતા થયા. બને ચરપુરુષોએ નિષધા નગરીમાં પહોંચીને ત્યાંથી જ પોતાના કાર્યને આરંભ કર્યો હત અને દેવી દમયંતીની વાત લક્ષ્યમાં રાખીને તેઓએ કેટલીક સુદ્ર માહિતી એકત્ર કરી હતી અને જે સરોવરના કિનારે નળ પિતાની પત્નીને નિદ્રાધીન છેડીને ચાલ્યો ગયે હતું તે સરોવરના કિનારે બને પહોંચી ગયા હતા... પરંતુ ત્યાર પછી નળ સંબંધી કઈ વાવડ કે માહિતી મળતાં જ નહતાં. છેવટે તેઓ વિનિતા નગરીની એક પાંગશાળામાં આવી પહોંચ્યા. અને ગુપ્તચરોએ વિશ્રામ લેવાના હેતુથી થોડા દિવસ અહીં રહેવાનું નકકી કર્યું. આ નગરીમાં જ કુબડાના રૂપે નળરાજ ઋતુપર્ણના મિત્ર રૂપે ઘણું જ સુખ વચ્ચે રહેતો હતો. પરંતુ સુખને વૈભવ એના હૃદયને ભારે ડંખ મારતો હતે..જે પિતાની પ્રિયા દમયંતીને પળ માટે પણ વીસરી શકતો નહોતે...તેમ, ઋતુ પણ રાજાએ નળ મહારાજ અને દેવી દમયંતીને શોધવા મેકલેલા માણસે પણ હતાશ બનીને પાછા આવી ગયા હતા. પ્રિયાના વિયોગરૂપી રોગથી તેના હૈયામાં ખૂબ જ પીડા થતી હતી...જો દિવસ સારો જાય તે રાત ભારે કપરી બની જતી. વિરહની વેદના કરતાં યે દમયંતીને ત્રિકાળે ભયંકર અટવીમાં મૂકી દીધી હતી તે વાતને પશ્ચાત્તાપ તેના દિલને ભારે વધી રહ્યો હતો. નળને એમ જ થતું કે, એવા પ્રદેશમાંથી દમયંતી કેઈ કાળે જીવતી બહાર નીકળી શકે નહિ... અને ઋતુપર્ણ રાજાના કેટલાક તો પણ કુંઠિનપુર જઈ આવ્યા હતા. તે વખતે ત્યાં દમયંતી આવી નહોતી અને રાજા ભીમ પિતે