________________ 330 નિષધપતિ. દમયંતીની બુદ્ધિને અભિનંદવા માંડયા. દેવી દમયંતએ ત્રણ લેઠવાળું તાલપત્ર ચરપુરુષોના આગેવાનને અર્પણ કર્યું. બીજે દિવસે ત્રણસો મુખ્ય ચરે અને સાત બીજા ગુપ્તચરે પ્રવાસ માટે તૈયાર થઈ ગયા સુદેવ અને શાંડિલ્ય પણ તેયાર થયા અને દેવી દમયંતને નમન કરવા આવી પહોંચ્યા. દમયંતીએ બને ઉત્તમ ચરને કહ્યું: “સુદેવ અને શાંડિલ્ય ! તમે આપણા રાજ્યનાં શ્રેષ્ઠ ગુપ્તચર છે અને મને શોધવામાં સફળ પણ થયા છે. પરંતુ આ વિશાળ પૃથ માં વસતા કરડે માનવઓમાંથી તમે એક સ્થાનભ્રષ્ટ થયેલા પુરુષને કેવી રીતે શોધી શકશે? કોઈ વાર નામ, રૂપ, ગુણ વગેરેમાં મળતાપણું પણ આવી જ તું હોય છે. એટલે આપ બને એમને બરાબર ઓળખી શકે એટલા માટે કેટલીક વિશિષ્ટતાએ જણાવું છું. પ્રવાસે નીકળનારા અન્ય ચરાને પણ આ હકીકત સમજાવજે.” રાજકુમારીજી, આપની પાસે એટલા માટે જ આવ્યો છું.' શાંડિલ્ય કહ્યું. તમો સાંભળો, તેઓ સ્નાન કર્યા વગર કઈ પણ સંયોગમાં ભોજન લેતા નથી, દૈનિક નિત્ય કર્મો કરવાનું કદી ચૂકતા નથી, દિવસે તેઓ ઝિા લેતા નથી, શાકથી તેઓ લાન બનતા નથી અને ધવશ બને ને તેઓ પોતાના આશ્રિતોનો ત્યાગ કરતા નથી. તેમના કાર્યથી સંતપુરુષે તુષ્ટ બને છે. સ્ત્રીનાં નેત્રો ભી જાય છે, ખડગે તૂટી પડે છે અને તેઓના સિંહનાદથી હાથીઓ વ્યાકુળ બની જતા હોય છે... તેમના ગુણો હું કેટલા વર્ણવું તેઓ ગુણના સાગર સમાન છે.” પરંતુ એમની ખાસ વાત જણાવું છું કે, તેઓ અશ્વકલાના અજોડ, જાણકાર છે. સર્વશ્રેષ્ઠ સારથિ છે, અગ્નિદેવના વરદાનથી વિભૂષિત થયા હોવાથી તેઓના સિવાય આ સંસારમાં સુર્ય પાક રસોઈ કઈ