________________ 328 નિષધપતિ માતાપિતાના રક્ષણ નીચે રહેલાં બાળકોનું કદી અલ્યાણ થતું નથી. દમયંતીએ કહ્યું: “ભા, આર્યપુત્ર ન મળે ત્યાં સુધી મેં એક વ્રત લીધું છે. પતિ વનવગડાનાં સંકટો સહતા હેય ત્યારે પત્ની વૈભવ શૃંગારને ઉપયોગ કેવી રીતે કરી શકે?” “ઓહ!” કહીને માતાએ દમયંતીની પીઠ પર હાથ પસાર્યો. મરતકને સૂછું, અન્યત્ર ચાલ્યા ગયા. - સંતાનના સુખ માટે માતપિતા પિતાનાથી બને તેટલું કરવામાં કેવળ કર્તવ્ય નિહાળે છે..ધર્મ માને છે. બાળક પર પોતે ઉપકાર કરી રહ્યાં છે એવી કલ્પના પણ માબાપના હૈયામાં પ્રવેશ કરી શકતી નથી એથી જ જ્ઞાની પુરુષોએ માતાપિતાને પરમ ઉપકાર કહ્યાં છે. માબાપના ઉપકારને બદલે એથી જ વાળી શકાતો નથી. બીજે જ દિવસે રાજભવનના વિશાળ સભાખંડમાં રાજ્યના ખાસ ગુપ્તચરેનું જૂથ આવી પહોંચ્યું. આ જૂથમાં લગભગ ત્રણસોથી વિશેષ ગુપ્તચરો હતા. મહારાજા મહારાણપ્રિયંગુ મંજરી અને દમયંતી આવી પહોંચ્યાં. બધા ગુપ્તચરેએ વિદર્ભનાથને જયનાદ ગજવ્યો. મહારાજાએ કહ્યું: “મારા પ્રિય અને ચતુર ચરપુરુષો, આપ સહુએ મારી પુત્રીની ચિંતા દૂર કરવા ખાતર મહારાજ નળને શોધવાનું કાર્ય કરવાનું છે. આપ સહુના પ્રવાસમાં કે ઈ પ્રકારની મુશ્કેલી ન આવે તે અંગેની સઘળી વ્યવસ્થા આજે સાંજ સુધીમાં થઈ જશે. અને આવતી કાલે આપે આપના સાથીઓ સાથે વિદાય થવાનું છે.” “કૃપાનાથ, અમે પ્રાણના ભોગે પણ રાજકુમારીના લુંટાયેલા હાસ્યને પાછું લાવીશું.એ માટે આપ જરાયે સસંય ન રાખશે.”