________________ પિતાને ઘેર ત્યાગથી માંડીને અહીં સુધી આવ્યાની સઘળી વાત કરી. દમયંતીનાં નયને અશ્રુ વહાવી રહ્યાં હતાં. પુત્રીએ કેવી કેવી વિપત્તિ સહન કરી અને કેટલું હોય રાખ્યું એ જાણીને માતાપિતાનાં હૈયાં હર્ષ, પ્રેમ અને શ્રદ્ધાથી નાચી ઊઠયાં. મહારાજા ભીમે કહ્યું. “દીકરી, તું તે સમર્થ ભાઈઓની બહેન છે... દમકુમાર જ્યારે સાગર સમી છત્રીસ અક્ષેહિણી સેના સાથે દિગ્વિજ્ય કરવા તૈયાર થાય છે ત્યારે તેની સામે ઊભા રહેવાને કશું સમર્થ હેાય છે? બેટી, મહારાજ નળ ગમે ત્યાં હાય હું એને શોધી કાઢીશ. મારા હજારો ગુપ્ત દૂતો આ કાર્ય માટે તૈયાર છે. તું એક સંદેશે તૈયાર કરી આપજે, જે આપણું દૂતે મારફત મહારાજા નળને પ્રાપ્ત થાય...અને તું જીવિત છે એ વાતની તેઓને પ્રતીતિ થાય. તું ક્ષેમ કુશળ છે, એ જાણીને મહારાજ નળ સ્વયં કુડિનપુર તરફ આવવા નીકળી પડશે. કારણ કે પશુ અને મનુષ્યને પોતાની પત્નીનું બંધન મોટે ભાગે હોય છે. આવતી કાલે હું બધા દૂતને એકત્ર કરીશ. તું તેઓને નળની પ્રકૃતિ, સ્વરૂપ, લક્ષણ, વગેરેની માહિતી આપજે.. મને શ્રદ્ધા છે કે નળ રાજાને ગમે ત્યાંથી આપણુ ચપળ ચરપુરુષો શોધી કાઢશે. તું ધૌર્ય રાખ..તારાં અશ્રુઓ લૂછી નાખ..તે જે હિંમત અને કૌય આવી વિપત્તિઓ સામે રાખ્યાં હતાં તે કેવળ તારા ગૌરવની વાત નથી...તારાં માતાપિતા એ ગૌરવ વડે ધન્ય બન્યા છે. તારા ત્રણે ય ભાઈઓ પણ પિતાની બહેનની શક્તિ નિહાળીને પોતાની જાતને ધન્ય માની રહ્યા છે..” પિતાના આ પ્રેરણાત્મક શબ્દોથી દમયંતીના વદન પર પ્રસનતાનું તેજ રમવા માંડ્યું. તે પિતાની જનતાને ભાવપૂર્વક વળગી પડી રાણું પ્રિયં સુદરીએ કહ્યું, “દીકરી, તેં ઉત્તમ વસ્ત્રો અને અલંકારો શા માટે ધારણ નથી કર્યો? દાસીએ મને કહ્યું હતું કે સ્નાનગૃહમાં બધું હોવા છતાં તે કેવળ સાદાં વસ્ત્રો જ ધારણ કર્યા .... આમ શા માટે, બેટી ? હવે તું માતાપિતાની છાયામાં આવી છે